ધનતેરસ એટલે ‘ધન’નું પૂજન નહિ પરંતુ ‘ધન્વન્તરિ’નું પૂજન

આસો માસના કૃષ્ણપક્ષની તેરસએ ‘ધન્વન્તરિ’ ભગવાનના પ્રાગટ્ય દિવસ છે જેણે આરોગ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, આથી આ દિવસ (ધનતેરસ) એ તેના પૂજનનું મહાત્મ્ય ધરાવે છે. સૃષ્ટિના પ્રથમ કલ્યાણકારી તબીબ એ ભગવાન ‘ધન્વન્તરિ’ છે

કાશીમાં દેવોદાસ ધન્વંતરિની કથા મળે છે. સુશ્રુત સંહિતાના સ્પષ્ટ પરિચય આપતાં ભગવાન ધન્વંતરિએ સ્વમુખે કહ્યું છે કે હું ભગવાન ધન્વંતરિ દેવ અપમૃત્યુ, ઘડપણ, રોગો વિગેેેરેનો નાશ કરવા શસ્ત્રક્રિયાને પ્રધાન ગણીને આયુર્વેદના ઉપદેશ માટે પ્રગટ થયો છું

યમરાજા અને પાર્ષદો વચ્ચે એકવાર સંવાદ થયો. પાર્ષદોએ પૂછ્યું, હે યમરાજ, અમારે ઘણીવખત ન લેવા જેવા જીવો ને પણ પૃથ્વી પરથી લાવવા પડે છે. તેવા અકાળ મૃત્યુ વખતે અમને પણ દયા-કરૂણા આવી જાય છે. આપ એવો કોઇ માર્ગ બતાવો કે એવા કુમળા જીવોને, કે અકાળે મૃત્યુ ભેટનારાને કોઇપણ બિમારી ન હોય તેવા જીવોને લેવાનું (મૃત્યુલોકમાં લાવવાનું) દુષ્કૃત્ય અમારા હાથે ન થાય તેવી કૃપા કરો. યમરાજે ત્યારે તેના દુતોને કહ્યું કે આ પૃથ્વીલોકમાં લોકો આરોગ્યનાં આદિ દેવ તેવા ‘ભગવાન ધન્વંતરી’ કે જેમણે સ્વાસ્થ્ય માટે પૃથ્વીપર આરોગ્ય વિદ્યાવાળા ‘આયુર્વેદ’નું અવતરણ કરાવ્યું છે. અને જેમાં આરોગ્યનું અમૃત આવેલું છે તેવા ‘ભગવાન ધન્વન્તરી’ કે જે આરોગ્યના દેવતાં છે જેમનું પ્રાગટ્ય‘ધનતેરસ’ના દિવસે થયેલું. જે ‘ધન્વન્તરી જયંતી’ કે ‘ધન્વન્તરી ત્રયોદશી’ તરીકે ઓળખાય છે. તે દિવસે જે કોઇ તેમનું પૂજન- અર્ચન કે સ્મરણ કરશે તે ગૃહે અકાળ મૃત્યુના યમરાજો નહીં આવે. ત્યાં યમરાજોને પ્રવેશ કરવાની મનાઇ આપેલ છે. કારણ કે દયાનિધિ – કરૂણાના સાગર, વિશ્વભરનાં આરોગ્યનાં દેવતા, આરોગ્ય ચિંતક, સ્વાસ્થ્યનાં દાતા, અને રોગને વિનાશ કરનારા તે ભગવાન ‘ધન્વન્તરી’ છે તે આઠ ઐશ્વર્યો મુક્ત હોવાથી તેને ભગવાન કહેવાય છે તેના ઉપાસકોનું આરોગ્ય- સ્વાસ્થ્ય રક્ષણ થશે અને અકાળે મૃત્યુ નહીં પામે.
આસો માસના કૃષ્ણપક્ષની તેરસએ ‘ધન્વન્તરિ’ ભગવાનના પ્રાગટ્ય દિવસ છે જેણે આરોગ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, આથી આ દિવસ (ધનતેરસ) એ તેના પૂજનનું મહાત્મ્ય ધરાવે છે. સૃષ્ટિના પ્રથમ કલ્યાણકારી તબીબ એ ભગવાન ‘ધન્વન્તરિ’ છે જેણે આયુર્વેદ, કાયચિકિત્સા (મેડિસીન), શલ્યચિકિત્સા (સર્જરી), શાલાક્ય ચિકિત્સા (ઇએનટી અને ઓપ્થોલમોલોજી), બાળ ચિકિત્સા (પેડિયાટિક્સ એન્ડ ગાયનેક), માનસચિકિત્સા (સાયકોથેરાપી) વિગેરે આઠ અંગ વાળા આયુર્વેદ શાસ્ત્રનો પ્રજાના હિતમાં ઉપદેશ આપ્યો.
આ ધનતેરસે ‘ધન્વંતરિ જયંતિ’ના દિવસે જે કોઈ ઘરના પ્રવેશદ્વારે ઊંબરે દીવો મૂકીને સાંજે સંઘ્યા સમયે ધન્વંનતરીની પૂજા, સ્મરણ કે વંદના કરશે તે ઘરમાં અકાળમૃત્યુ પ્રવેશી શકતું નથી અને ભગવાન ધન્વંતરી તે ઘરના લોકોના આરોગ્યનું રક્ષણ કરશે. આ ભારતીય આરોગ્ય શાસ્ત્રની સંસ્કૃતિની ગાથા છે.
મહાભારતની લડાઈમાં ‘ધન્વન્તરિ’ના સાંપ્રદાયિક અશ્વિની દેવોએ પક્ષપાત વિના ઘાયલોની સુશ્રુષા કરેલી. રામચરિત માનસમાં બતાવે છે લંકાના યુદ્ધ સમયે ઘવાયેલ મૂર્છિત થયેલા લક્ષ્મણને સુષેન નામના વૈદ્યે સંજીવની ઔષધોથી સભાન કરેલ અમૃતકુંભ ધારણ કરી દેવતાઓને આરોગ્ય અર્પ્યું છે.
શ્રીમદ ભાગવત્ મહાપુરાણમાં તથા સુશ્રુત સંહિતામાં સમુદ્રમંથનમાંથી ભગવાન ધન્વંતરિની પ્રાગટ્ય કથા છે. કાશીમાં દેવોદાસ ધન્વંતરિની કથા મળે છે. સુશ્રુત સંહિતાના સ્પષ્ટ પરિચય આપતાં ભગવાન ધન્વંતરિએ સ્વમુખે કહ્યું છે કે હું ભગવાન ધન્વંતરિ દેવ અપમૃત્યુ, ઘડપણ, રોગો વિગેેેરેનો નાશ કરવા શસ્ત્રક્રિયાને પ્રધાન ગણીને આયુર્વેદના ઉપદેશ માટે પ્રગટ થયો છું (સુશ્રુત સૂત્રસ્યન)
આજે રામ, કૃષ્ણ, શિવ, મહાવીર, બુદ્ધ જેવા ધન્વંતરિના મંદિરો નથી તે આપણી ઉણપ છે. જીવનનું શ્રેષ્ઠ સુખ આરોગ્ય સુખ છે. ધન્વંતરિમાં ઐશ્વર્ય શક્તિ છે. ભગ શબ્દ ઐશ્વર્ય માટે જ વપરાય છે. અચિંતવ્ય શક્તિ, અપાર ઐશ્વર્યા, પરાક્રમ યશ, શ્રી, એમ સંશય રહિતનું ્ત્રિકાળ સત્ય તેવું જ્ઞાન હોવાથી તેને ભગવાન કહેવાય છે.
પ્રાણીમાત્રના દુઃખો દુર કરવાના હેતુથી, તેઓએ પોતાનું પ્રાગટ્યપણું બતાવ્યું છે વિશ્વમાં આરોગ્યની વાત કરનારા, નિરામય વિચારો અને સ્વાસથ્ય સંપન્ન તથા વ્યાધિમુક્ત જીવન કરવાની વિચારધારા, તબીબી ક્ષેત્રે મુકનાર પ્રથમ ભારતીય વિભૂતિ ભગવાન ધન્વંતરિ છે જે હિન્દુસ્તાનનું વૈશ્વિક ગૌરવ છે.
આપણે આપણું આરોગ્ય માત્ર ડોક્ટરો ઉપર નિર્ભર કરી દીઘું છે. આપણે આવા આરોગ્ય દાતા દેવનું પૂજન, સ્વસ્થવૃત્તના નિયમોનું પાલન, સદાચારનું અનુસરણ સદાવૃતોનું પાલન, દિનચર્યા, ઋતુચર્યા, રાત્રિચર્યા વિગેરેનું અનુસરણ છોડી દીઘું છે. ચાલો આપણે જ કુદરતે આપેલ અમુલ્ય દેહનું, સ્વાસ્થ્યનું રક્ષણ આપણે નિયમો પાળી કરીએ અને આરોગ્યના દાતા, અકાળ મૃત્યુ હરનારા, સ્વાસ્થ્યચિંતક, દરેક પ્રાણીઓના આરોગ્ય જાળવનારા ભગવાનને વૈશ્વિક પ્રાર્થનાથી વંદન કરીએ.
ધન્વંતરિની પ્રાર્થના ઃ
ધન્વંતરિ ઘૃત કરામૃત પૂર્ણ કુંભ,
પિતાંબર સકલસિદ્ધ સુરેન્દ્ર વંદ્યમ્;
વંદે અરવિંદ નયન મણિ માલ્યમ્,
આયુર્વેદ પ્રવર્તક મનુસ્મૃતિ રોગનાશમ્ ।।
(સુશ્રુત સંહિતા)
હાથમાં અમૃત પરિપૂર્ણ કુંભને ધારણ કરેલા પિતાંબરથી સુશોભિત સર્વસિદ્ધ સુરેન્દ્ર દ્વારા વંદનીય કમળ સમાન નયનોવાળા, આયુર્વેદના પ્રવર્તક તેમજ જેમના નામસ્મરણથી રોગો નાશ પામે છે. તેવા ભગવાન ધન્વંતરિને હું પ્રણામ કરું છું. જે અમારા આરોગ્યની રક્ષા કરો અને રોગ-પીડાથી દૂર રાખો.
‘સર્વે સુખિના સન્તુઃ સર્વે સન્તુ નિરામયાઃ ।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કિશ્ચિત દુઃખમાપ્નુમાત’
– ડાં. ઉમાકાંત જે. જોષી
this page from -> gujarat samachar
Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s