શ્રી મહાલક્ષ્મી સાધના

અખૂટ ધન પ્રાપ્તિ માટે ગુરુ પુષ્યામૃત યોગનું અનેરૂ મહત્વ છે. ‘ગુરૂવારના રોજ આવતા પુષ્ય-નક્ષત્રને ગુરૂ પુષ્યામૃત યોગ કહે છે

શ્રી મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે બંધાયેલાં છે તેવી જ રીતે ૨૭ નક્ષત્રો અને યોગો સાથે પણ બંધાયેલાં છે. વિરાટ રાજા શ્રી દક્ષ આર્યની ૨૭ રાજ કન્યાઓ તે ચંન્દ્રદેવની પત્નીઓ છે. જયોતિશાસ્ત્રમાં તે નક્ષત્રો રૂપે વિદ્યમાન છે.
શ્રી લક્ષ્મીજી ચરાચર વિશ્વમાં વ્યાપ્ત સર્વનું પોષણ કરનારી દેવી છે. કમળના આસન ઉપર બિરાજનારી મહાલક્ષ્મીને ‘શ્રી’ અને ‘માતા’ સ્વરૂપે પૂજે છે. પ્રાર્થના કરે છે. લક્ષ્મી સમગ્ર બ્રહ્માંડની માતા છે. તેમને બિલી પત્ર, કમળનું ફુલ, સુગંધીદાર ગુલાબનું ફૂલ ખૂબ પ્રિય છે.
શ્રી મહાલક્ષ્મીને સોનાના ઘડાઓમાં જળ લઇને બુઘ્ધિશાળી હાથીઓ સ્નાન કરાવે છે. લક્ષ્મીનું ગૂઢ રહસ્ય જાણવા જેવું છે. નીતિથી મેળવેલ પૈસો એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તે સ્થિર સુખ આપે છે. અનીતિથી મેળવેલ પૈસો એ અલક્ષ્મી છે, તે દુઃખદાયક હોય છે.
ઋષિ ભૃગુ આર્ય ત્રિલોકમાં પ્રખ્યાત ઇજનેર હતા. વિશ્વમાં સૌ પ્રથમ વિમાનો બનાવવાની કળામાં તેઓ નિષ્ણાત હતા. તેમની કંપની ગુજરાતમાં નર્મદા નદી કિનારે આવેલી હતી. નર્મદા નદી અને સમુદ્રના સંગમ પર ઋષિ ભૃગુ આર્યનો આશ્રમ હતો. આશ્રમના તેઓ કુલપતિ હતા. તે સ્થળ ભૃગુ-કચ્છ કહેવાતું હતું. તેને આજે ભરૂચ કહેવામાં આવે છે.
ઋષિ ભૃગુ રચિત ભૃગુ સંહિત વિશ્વભરમાં મશહૂર છે. ઋષિ ભૃગુ ખગોળ વિદ્યામાં ખૂભ પ્રસ્થાન હતા.
ઋષિ ભૃગુ આર્ય અને તેમની પત્ની ખ્યાતિ ત્રણે લોકમાં સર્વને પ્રિય હતાં. તેમને ત્યાં ત્રિલોક સુંદરી, ત્રિલોકને શોભાવનાર, જગતના સર્વ જીવોને સુખ, શાંતી અને સમૃદ્ધિ આપનારી દેવી મહાલક્ષ્મીનો આસો વદ અમાસના દિવસે જન્મ થયો હતો. તેમનો જન્મ થતાં જ ત્રણે લોકમાં આનંદ, ઉત્સાહ અને પ્રકાશ ફેલાઈ ગયો હતો.
બ્રહ્મર્ષિઓ, ઋષિઓ, દેવર્ષિઓ અને સર્વ દેવોએ દેવી લક્ષ્મીની સ્તુતિ પ્રાર્થના કરી હતી. સર્વ દેવોએ કરેલી સ્તુતિઓમાં સ્વર્ગના દેવરાજ ઇન્દ્રએ કરેલી સ્તુતી શ્રેષ્ઠ માનવામાં આવેલી છે. સર્વ દેવોએ મહાન ઉત્સવ મનાવ્યો હતો, તેમનો જન્મ દિવસ ઉજવ્યો હતો. મહાલક્ષ્મીનો જન્મ દિવસ એટલે દિવાળી.’
વિશ્વભરમાં રાજ્ય વહિવટમાં મહાલક્ષ્મી અને મહાલક્ષ્મીને પ્રથમ સ્થાન આપેલ છે. તે બંને દેવીઓ વિના વિશ્વનો વહેવાર અટકી જાય.
લક્ષ્મીનું વાહન ધૂવડ છે. ધૂવડ દિવસે જોઈ શકતો નથી. કેટલાક ધનવાનો ધૂવડ દ્રષ્ટિ હોય છે. નીતિ વિનાની આર્થિક સઘ્ધરતા પાયા વિનાની ઇમારત જેવી છે.
ભારતીય આર્ય સંસ્કૃતિ, ઇતિહાસ અને રાજય વહિવટમાં લક્ષ્મી અને સરસ્વતીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. તે સ્થાન અજર-અમર છે.
જગતની માનવજાતને સુખ, શાંતી અને સમૃઘ્ધિ તથા વૈભવો પ્રદાન કરનારી દેવીનો જન્મ દિવસ દિવાળી એ કોઇ એક જાતિ, વર્ણ, જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાનો જન્મ દિવસ કે ઉત્સવ નથી. સર્વ જયંતિઓમાં અને સર્વ તહેવારોમાં સમ્રાટ તહેવાર છે.
ઝૂંપડી થી રાજમહેલ સુધી તે દિવસે ગાયના શુઘ્ધ દૂધમાંથી બનાવેલા પેંડા, બરફી ધરાવવામાં આવે છે. શ્રી લક્ષ્મીની સ્તુતિ, પ્રાર્થના કરવામાં આવે છે. ત્યાર બાદ તે પ્રસાદ સર્વ લોકોને વહેંચવામાં આવે છે.
દેશભરમાં લોકો અનેકવિધ મીઠાઈઓ દિવાળીના દિવસે સર પરિવાર આરોગે છે. ફટકડા, આતશબાજી અને રોશની કરી સર્વ લોકો રાષ્ટ્રિય જયંતિ ઘૂમધામથી મનાવે છે.
ભારતીય આર્ય સંસ્કૃતિની બે વિશિષ્ઠતા છે કે, અવિકસિત સમાજના વિકાસ અને પ્રગતિ માટે પોતાના ધનભંડારોમાંથી નિઃસ્વાર્થ ભાવે યથાશકિત દાન આપવું. પોતાના જ સુખ-વૈભવ માટે ને સર્વશ્વ નથી. કેમ કે તે ધન અન્ય પાસેથી આવેલું હોય છે.
બ્રહ્માના પુત્રો બ્રહ્મર્ષિઓ, ઋષિઓ, દેવર્ષિઓ, મહર્ષિઓ અને સર્વ દેવ દેવીઓની હાજરીમાં ઋષિ ભૃગુ આર્યે લક્ષ્મીનું લગ્ન મહર્ષિ કશ્યપ આર્યના પુત્ર ભગવાન વિષ્ણુ સાથે મહાસુદ-૧૧ ના દિવસે દેવર્ષિ નારદજીના શુભ હસ્તે ઘૂમધામથી કરાવ્યું હતું.
વિરાટ રાજા શ્રી દક્ષ આર્ય, ઋષિ ભૃગુ આર્ય, ઋષિ અંગિરા આર્ય ઋષિઓએ રચેલા લક્ષ્મી મંત્રો ઉત્તમ કોટિના છે.
૧. શ્રી લક્ષ્મી મંત્રના કર્તા ઃ
મહારાજ શ્રી દક્ષ આર્ય. સ્તુતિ, શ્રી મહાલક્ષ્મીજી છંદઃ વિરાટ. મંત્રઃ
‘ૐ નમઃ કમલ વાસિન્યે સ્વાહા.’
૨. મહાલક્ષ્મી ષોડસી મંત્ર ઃ
મંત્રના કર્તા ઋષિ ભૃગુ આર્ય. છંદ ઃ ત્રિસ્ટુપ. દેવતા. શ્રી મહાલક્ષ્મી. શ્રીં બીજ. માયા શક્તિઃ મંત્રઃ ‘ૐ શ્રીં કલીં ઐ લક્ષ્મી કમલ ધારિણી હંસ સ્વાહા.’
૩. મહાલક્ષ્મી સિઘ્ધિ મંત્ર ઃ
મંત્રના કર્તા ઃ ઋષિ અંગિરા આર્ય. દેવતા, શ્રી લક્ષ્મી. છંદ ઃ અનુષ્ટુપ. અં બીજ. શ્રી શકિત. મંત્રઃ ‘ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ૐ સિઘ્ધ લક્ષ્મૈ નમઃ.’
અખૂટ ધન પ્રાપ્તિ માટે ગુરુ પુષ્યામૃત યોગનું અનેરૂ મહત્વ છે. ‘ગુરૂવારના રોજ આવતા પુષ્ય-નક્ષત્રને ગુરૂ પુષ્યામૃત યોગ કહે છે.’ ગુરૂ પુષ્યામૃત યોગ મહાલક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ શુભ યોગ મનાયો છે.
ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી એ ત્રણ દિવસ લક્ષ્મી પૂજન માટે મહત્વના છે.
યાદ રહે ઃ ગુરૂ એટલે ‘ગુરૂ બૃહસ્પતી.’ નક્ષત્ર એટલે શ્રી દક્ષની પુત્રીઓ અને ચંન્દ્રની પત્નીઓ. યોગ એટલે ચંન્દ્ર-સૂર્યના ભોગનો સમય તેને યોગ કહે છે, તે સર્વના મિલનનો ચોક્કસ સમય. તે સમયે જ વૈદિક વિધીથી કર્મકાંડમાં નિપૂણ અને અધિકારી વ્યકિત દ્વારા આહૂતિ અપાય તો જ તે સંપૂર્ણ કાર્ય સિઘ્ધિ અપાવે. કેમ કે ચોક્કસ સમયે જ બુધ, શુક્ર, ચંદ્ર, ગુરૂના મુખમાં આહૂતિ પડે તો જ લાભ મળી શકે છે.
અસત્યને સત્ય કરી તેની આરતી ઉતારવાથી સત્ય બદલાઈ જતું નથી. કોઈના પણ આધાર વિના સત્ય તેના મૂળભૂત પાયા ઉપર સ્વયં ઉભું છે. હંમેશાં સત્ય મેવ જય તે.
Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s