ગાયો ચોરનાર ટોળકીના બેને લોકોએ ફટકાર્યા

નવસારી બજાર, ચૌટાબજાર અંબાજી રોડ વિસ્તારમાંથી ગાયો ચોરી જનાર ટોળકીના બે જણાને આજરોજ નવસારી બજાર ભરવાડ ફળિયાના રહેવાસીઓએ રંગેહાથ ઝડપીને માર મારીને અધમૂઆ કરી નાખ્યા હતા. પોલીસને જાણ કરાતા અઠવાલાઈન્સ પોલીસ નવસારી બજાર ખાતે પહોંચી જઈ બંનેની અટક કરી પોલીસ મથકમાં લઈ ગઈ હતી. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારમાંથી છેલ્લાં એક વર્ષમાં દોઢ સોથી વધુ ગાયો ચોરાઈ છે. આ વિસ્તારના લોકો હેરાન હતા. છેલ્લાં બે મહિનાથી આ વિસ્તારના લોકો રાત્રે વોચ રાખતા હતા. દરમિયાન આજરોજ આ ટોળકીના બે જણા પકડાતા વિસ્તારના લોકોએ બંને જણા પર ગુસ્સો ઉતાર્યો હતો.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ચૌટાબજાર, નવસારી બજાર અંબાજી રોડ અને ગોલવાડ વિસ્તારમાં અસંખ્ય લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમની સેંકડો ગાયો છે. છેલ્લાં એકાદ વર્ષથી ગાયો ગાયબ થતી ગઈ હતી. દર બે-ચાર દિવસના અંતરે ગાયો ચોરાઈ જતી હતી. છેલ્લાં એક વર્ષમાં આ વિસ્તારમાંથી દોઢ સોથી વધુ ગાયો ચોરાઈ ગઈ છે. છેલ્લાં બે વર્ષથી તો આ વિસ્તારના લોકો રાત્રે જાગીને વોચ રાખતા હતા. પરંતુ ચોરોને આ વાતનો કદાચ અંદાજો આવી જતા રાત્રે ગાયો ચોરવાનું બંધ થઈ ગયું હતું. દરમિયાન ત્રણેક મહિના પહેલા તે વિસ્તારના લોકોને બાપા સિતારામ તરીકે નામ બતાવી એક યુવક આવતો હતો. તેણે કહ્યું હતું કે તે કીમમાં આશ્રમ બનાવે છે. ત્યાં આશ્રમમાં ગાયો રાખવાની હોવાથી તે ગાય ખરીદવા માંગે છે. લોકો તેની વાતોમાં આવી ગયા હતા. લોકોએ તેને સસ્તામાં ગાયો આપવાની શરૃઆત કરી હતી. તે ગાયો ખરીદવા આવે ત્યારે સાથે બીજો એક ટેમ્પો લઈને આવતો હતો. એક ટેમ્પામાં ખરીદેલી ગાયો બાંધતો હતો અને બીજો ટેમ્પો અન્ય જગ્યાએ રાખી લોકોની નજર ચૂકવી તેમાં ગાયો રાખી ચોરી કરી લઈ જતો હતો. લોકોને સમજાતંુ જ ન હતું કે ગાયો કેવી રીતે ગાયબ થાય છે. આજરોજ બપોરે આ બાપા સિતારામ એક ટેમ્પો લઈને ગાય ખરીદવા આવ્યો હતો. તે સાથે બીજો એક ટેમ્પો પણ લાવ્યો હતો. લોકોને વાતોમાં રાખીને તેના બે સાગરીતો અન્ય ટેમ્પોમાં બે ગાયો ચઢાવતો હતો. તે એક નાનો છોકરો જોઈ જતા સ્થાનિક લોકોને આની જાણ કરી હતી. એટલે લોકો ઉશ્કેરાયેલા હતા. છેલ્લાં એકાદ વર્ષથી તેમની ગાયો ચોરાતી હોવાથી તેઓને પહેલેથી જ રોષ હતો એટલે તમામને પકડવાની કોશિશ કરતા બે જણા ટેમ્પો લઈને નાસી ગયા હતો.
જો કે, બે જણા પકડાઈ જતા લોકોએ તેમની બરાબરની ધોલાઈ કરી હતી. લોકોનું માનવું છે કે છેલ્લા એક વર્ષમાં આ જ ટોળકીએ ગાયો ચોરી હોય શકે. પોલીસને જાણ કરાતા અઠવાલાઈન્સ પોલીસ મારતી ગાડીએ નવસારી બજાર પહોંચી ગઈ હતી. પોલીસે બંનેનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી. બનાવની ગંભીરતા જોઈ એસીપી એસ.બી. રાવત પણ પોલીસમથકે પહોંચી ગયા હતા.
નીતિન ભજીયાવાલાએ ત્રણ ગાયોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
નવસારી બજાર અને ખપાટિયા ચકલા વિસ્તારમાંથી છેતરપિંડીથી ગાયો લઈ જવાના બનાવમાં કોર્પોરેટર નીતિન ભજીયાવાલાએ આરોપી મધુભાઈ હરજીભાઈ ડોબરિયા (રહે. સાધના સોસાયટી, મીની બજાર, વરાછા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આજથી દોઢેક મહિના પહેલા મધુ નીતિનભાઈના ઘરે આવ્યો હતો અને જણાવ્યું કે તે મોટો વેપારી છે કીમ ખાતે આશ્રમ બનાવ્યું છે ત્યાં ગાયોનેે રાખીએ છે.  મેં પણ ગાયો દાનમાં આપી છે. તમે પણ ગાયો દાનમાં આપી શકો છો. એટલે નીતિનભાઈ ભજીયાવાલાએ ત્રણ ગાયો દાનમાં આપી દીધી હતી. મધુએ તે ગાયો આશ્રમમાં ન રાખતા આશિષ નામના એક વ્યક્તિને ૬ હજાર રૃપિયામાં વેચી દીધી હતી. નીતિનભાઈ જેવા કેટલાક સાથે મધુએ છેતરપિંડી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
આરોપી મધુ  પર વિશ્વાસ કરીને લોકો મફતમાં ગાયો આપતા હતા
નવસારી બજાર વિસ્તારમાં ગાયો ચોરવાના પ્રયાસમાં લોકોના હાથે ઝડપાયેલા બાપા સિતારામ નામધારી પર લોકોને એટલો વિશ્વાસ થઈ ગયેલો કે તેને લોકો મફતમાં ગાયો આપવા લાગેલા. તેણે નવસારી બજાર વિસ્તારના લોકોને જણાવ્યું હતું કે તે કીમમાં આશ્રમ બનાવે છે ત્યાં ગાયોને પણ રાખવામાં આવશે એટલે લોકો તેને સસ્તામાં ગાયો આપતા હતા. આજરોજ પૂછપરછમાં તેણે પોતાનું નામ મધુ હરજી ડોબરિયા હોવાનું જણાવ્યું હતું. તેણે એક ટોળકી જ બનાવી છે. ભાજપના કાર્પોરેટર  નીતિન ભજીયાવાળાએ પણ આ મધુને દાનમાં ત્રણ ગાયો આપી હતી. એક વર્ષમાં જેની ૧૫થી વધુ ગાયો ચોરાઈ છે તે શામ ભૂપેન્દ્ર દૂધવાળાએ પણ પાંચ ગાયો મધુને દાનમાં આપી હતી. આ ઉપરાંત ભરત આહીર, વિજય ફકીરા, ર્કીિત મધુસુદન વગેરેની પણ ગાયો છેલ્લા એક વર્ષમાં ચોરાઈ છે.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s