ગુરૂપૂર્ણિમાએ બગદાણાધામમાં દર્શનાર્થે ઉમટેલા બે લાખ ભકતો

રામ, રોટલો અને રાષ્ટ્રભકિતને વરેલા સંત પૂ. બજરંગદાસ બાપાના ધામમાં ભાવિકોનો ઉભરાયેલો મહેરામણ સંતો અને શૂરાની ભૂમિ ગોહિલવાડમાં આજે ગુરૂ ભકિતના મહિમાનું ગાન કરતાં પર્વ ‘ગુરૂ પૂર્ણિમા’ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ‘બાપા સીતારામ’નો નાદ રાજય કે રાષ્ટ્ર જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ગુંજતો કરનાર સંત પૂ. બજરંગદાસ બાપાની કર્મભૂમિ બગદાણા ખાતે આજે બે લાખથી વધુ શ્રઘ્ધાળુ ભકતોએ બાપા બજરંગદાસનું પૂજન-અર્ચન, વંદન કરી ભાવભકિતભેર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જિલ્લામાં ભાવનગર, સિહોર, બોટાદ, વલ્લભીપુર સહિતના વિસ્તારોમાં ગુરૂપૂર્ણિમાંની ભવ્ય ઉજવણી થઈ હતી.
આજે અહીં સવાર થતાં સુધીમાંજ રાત્રી દરમિયાન આશરે પોણો લાખ લોકોને ગરમા-ગરમ ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. જયારે ગુરૂપુનમના સવારના ૯-૩૦ કલાકથી અન્નાપૂર્ણાના ભંડારસમા રસોડા વિભાગમાં સ્વયંસેવકોએ શુદ્ધીપૂર્વક તૈયાર કરેલ રસોઈનો લાવો લોકોને પીરસવામાં આવી હતી. આશ્રમની પરંપરા પ્રમાણે સૌને એક સાથે પંકિતમાં બેસીને જમાડવામાં આવતાં હતા. ગત રાત્રીના વરસાદ હોવા છતાં એક સાથે દસ હજાર માણસે બેસીને જમી શકે તેવી વિશાળ અને પાકા બાંધકામવાળા રસોડામાં જડબેસલાક ભોજન પ્રબંધ રહ્યો હતો.
આ વેળાએ દસ હજાર ઉપરાંત સેવાના ભેખધારી બાપાના સ્વયંસેવકોએ ભૂતપૂર્વ સેવાનો નમૂનો પૂરો પાડયો હતો. નોંધનિય છે કે, બાપાના દરબારમાં સતત ૨૪ કલાક રસોડું-પ્રસાદ વિતરણ શરૂ જ રહે છે. ભાવનગર શહેરમાં આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારે ગોળીબાર હનુમાન મંદિર ખાતે ભાવિકોનો જબ્બર પ્રવાહ સંત પૂ. મદનમોહનદાસજી બાપુના દર્શનાર્થે ઉમટયો હતો.ગોળીબાર હનુમાન મંદિરમાં ગુરૂવંદના, આરતી અને ભજન-કિર્તનમાં હજારો ભકતો જોડાયા હતા.
શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા પૂ. મસ્તરામબાપાના મંદિરે પણ સવારથી બહોળી સંખ્યામાં ભકત સમુદાય એકત્ર થયો હતો.ભાવભેર ગુરૂવંદના કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કર્યોહતો. તખ્તેશ્વર વિસ્તારમાં આવેલી બાપાની મઢુલી ધામ ખાતે પણ હજારોની સંખ્યામાં ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો.
નાની ખોડિયાર મંદિર, ઉખરલામાં પખા મહારાજની જગ્યા, પાળીયાદમાં વિસામણ ધામ, દાનેવ આશ્રમ, સણોસરા, સીતારામબાપુ-જાળીયા, ગાયત્રીધામ દુ:ખીશ્યામ બાપા આશ્રમ, આસારામ બાપા આશ્રમ, વશિષ્ઠ આશ્રમ, સિહોરમાં મોંઘીબાની જગ્યા, જીણારામબાપુ, સહિત વિવિધ સંતો-મહંતોએ સ્થપાયેલા ગુરૂ આશ્રમોમાં આજે દિવસભર ભાવિકભકતોની અવિરત પ્રવાહ દર્શનાર્થે ઉમટયો હતો. અને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનનો તેજોમય માર્ગે લઈ જનારા ગુરૂની વંદના કરી પોતાની જાતને ધન્ય ગણી હતી.

સંત પૂ. બજરંગદાસ બાપાની કર્મભૂમિ બગદાણા ખાતે આજે બે લાખથી વધુ શ્રધ્ધાળુ ભક્તોએ બાપા બજરંગદાસનું પૂજન-અર્ચન, વંદન કરી ભાવભકિતભેર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જિલ્લામાં સિહોર, બોટાદ, વલ્લભીપુર સહિતના વિસ્તારોમાં ગુરૂપૂર્ણિમાંની ભવ્ય ઉજવણી થઈ હતી.

બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમ ખાતે આજના મહિમા પૂર્ણ ગુરૂ પૂર્ણિમાંના પાવન અવસરે બે લાખ ઉપરાંત શ્રધ્ધાળુ લોકોએ પહોંચીને દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો તેમ કુંઢેલીના પ્રતિનિધીએ જણાવ્યું હતું.

આજે અહીં સવાર થતાં સુધીમાંજ રાત્રી દરમિયાન આશરે પોણો લાખ લોકોને ગરમા-ગરમ ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. જ્યારે ગુરૂપુનમના સવારના ૯-૩૦ કલાકથી અન્નપૂણૉના ભંડારસમા રસોડા વિભાગમાં સ્વયંસેવકોએ શુદ્ધીપૂર્વક તૈયાર કરેલ રસોઈનો લાવો લોકોને પીરસવામાં આવી હતી. આશ્રમની પરંપરા પ્રમાણે સૌને એક સાથે પંકિતમાં બેસીને જમાડવામાં આવતાં હતા. એક સાથે દસ હજાર માણસે બેસીને જમી શકે તેવી વિશાળ અને પાકા બાંધકામવાળા રસોડામાં ભોજન પ્રબંધ રહ્યો હતો.

ગુરૂપૂર્ણિમા મહોત્સવવેળાએ આજે વહેલી સવારનાં પાંચ વાગ્યે મંગલા આરતીથી ઉત્સવનો વિધિવત પ્રારંભ થયો હતો. ત્યારબાદ છ વાગ્યે ધજા પૂજન થયું હતું. જ્યારે સાત વાગ્યાથી પૂ. બાપાના ગાદી મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિ-વિધાન અનુસાર ઢોલ-શરણાઈના મંગળસૂર સાથે મહિમાપૂર્ણ ગુરૂપૂજન વિધિનો પ્રારંભ થયો હતો.

મહુવા : ચિત્રકુટ ધામ ખાતે પૂ.મોરારીબાપુની ગુરૂવંદના માટે શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ શરૂ રહ્યો હતો. શ્રી ભગતબાપુ સેવક સમુદાય અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી ખીમનાથ મહાદેવ મંદિર ખાતે વગેરે બાદ પ.પૂ.ભગતબાપુએ ગુરૂ પૂર્ણિમાં સંદેશ પાઠવેલ હતો. શહેરના શ્રી વૃંદાવન ધામ-શ્રી રાધેશ્યામ મંદિરમાં, શ્રી કુબેરનાથ મંદિરશ્રી સેવા સંસ્કાર આશ્રમમાં, તાલુકાના સથરા ગામે પ.પૂ.નારણદાસ બાપુ(ખાખીબાપુ)ના આશ્રમમાં મંગલા આરતી, ગુરૂવંદના જેવા કાર્યક્રમોમાં દર્શન કરી સેવક સમુદાયે પોતાની જાતને ધન્ય સમજી હતી.

સિહોર : સિહોરમાં ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે મોંધીબાની જગ્યાએ, ગાૈતમેશ્વર મહાદેવ મંદિરે,આનંદ આશ્રમ, સાંઇબાબાના મંદિર સહિત શહેરની બજરંગદાસ બાપાની મઢુલીએ ભાવિક ભક્તજનો વહેલી સવારથી જ દર્શનાર્થે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પૂ. જીણારામજી મહારાજ, પૂ.સ્વરૂપાનંદજી, પૂ.ધરમદાસ બાપુએ ભક્તજનોને આશિર્વચન પાઠવ્યા હતા. પાલિતાણા ખાતે સતુઆબાબાના આશ્રમે ઉસરડ ગામે આવેલ પ્રખ્યાત જાયારામ બાપાના આશ્રમ, આંબલા વાંકીયા હનુમાનજી,સણોસરાના દાનવ આશ્રમ, બેકડી તાપડીયા આશ્રમ, ટાણા, અગિયાળી ગણેશ આશ્રમ, દેવગાણા ગામે ગોપાલ આશ્રમે શ્રધ્ધાળુઓની ભીડ જામી હતી. જ્યાં મંગલા આરતી, ધજાપૂજન, ગુરૂપૂજન, મહા પ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

બોટાદ : બોટાદમાં રેલવે સ્ટેશન પાસે બાપાસીતારામ યુવક મંડળ, દિનદયાળ ચોક પાસે સીતારામ યુવક મંડળ,પાંચવડા જયોતેશ્વર મહાદેવ મંદિરે તેમજ તાલુકામાં પાળિયાદમાં વિસામણમાં બાપુની જગ્યાએ, નાગલપર ગામમાં શરમાળીયાદાદાની દેરીએ ગુરૂપૂર્ણિમા નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઇ હતી અને પ્રસાદીનું વિતરણ કરાયું હતું.

વલભીપુર : વલભીપુર શહેરમાં શ્રી નિમ્બાર્ક આશ્રમ ખાતે બ્રહ્નલીન નરહરશિરણદાસજીનાં શિષ્ય અને મહામંડલેશ્વર મુકુંદશરણદાસજીનાં સાંનિધ્યમાં, બુદ્ધેશ્વર મહાદેવનાં પુજારી ત્રિભોવનગિરી શિવગીરી દ્વારા ગુરૂપૂર્ણિમા ઉજવાઇ હતી.

ગ્રામ્ય પંથકમાં જૂના રતનપર ગામે શ્રી બજરંગદાસબાપાની મઢુલીએ આરતી, પૂજા અર્ચના, જેન્તીબાપુ નિમાવત દ્વારા બટુક ભોજન, કિર્તન-સંતવાણી, ચમારડી ગામે આવેલ શ્રી બજરંગદાસબાપુ ગુરૂ આશ્રમ ખાતે, કાનપર ગામે આવેલ શ્રી બાલા હનુમાનજી આશ્રમનાં મહંત ગુરૂશરણદાસજીનાં સાંનિધ્યમાં સેવક સમુદાય દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. તમામ નામી-અનામી ગુરૂ આશ્રમોમાં શ્રદ્ધાપૂર્વક લોકોએ ગુરૂચરણોમાં ભાવવંદના કરી હતી.

પાલિતાણા : પાલિતાણાનાં વિરપુર તપસ્વીબાપુ, નાનીમાળ અને સગાપરા ધાર, વિજયગીરીબાપુ, આધાકૃષ્ણ મંદિર પાલિતાણા, રામમઢી, હડમતીયા હનુમાન મંદિર વગેરે જગ્યાઓમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને દર્શન, સત્સંગ, મહાપ્રસાદ લઇ આશિવૉદ મેળવ્યા હતા. સવારથી જ શ્રદ્ધાળુઓ પગપાળા ગુરૂ મંદિરોમાં જતા જોવા મળ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકોએ અખંડ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

જાળિયા : ગુરૂપૂર્ણિમાનાં પર્વે શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી સીતારામબાપુએ ઉદ્દબોધનમાંકહ્યું કે શ્રદ્ધા, સરળતા અને સંતોષ ગુરૂતત્વ જ આપી શકે.

રાત્રે અહીં જાણીતા કલાકારો, ભજનીકો દ્વારા સંતવાણી અને સત્સંગ લાભ સૌએ માણ્યો હતો. વિશ્વાનંદીનીજી દેવી, રામેશ્વરા નંદીની દેવી, વરૂણાનંદીની દેવી સાથે આશ્રમ પરિવાર સંકલનમાં રહ્યા હતા.

બગદાણામાં મંદિર માટે મુસ્લિમ સમાજે નફા વગર પથ્થર પૂરા પાડ્યાં

બગદાણા ખાતે પૂ. બાપાના ભવ્ય નૂતન મંદિરની શીખર ઉપર કળશ સ્થાપનની ધાર્મિક વિધિ તાજેતરમાં પૂર્ણ થતાં શાસ્ત્રોકત વિધિવિધાનની દ્રષ્ટિએ સંપૂર્ણ કક્ષાનું દેવમંદિર બની રહ્યું છે. ગત તા.૧૬ થી સતત ચાર દિવસ માટે પૂજન વિધિવેળાએ ૬ ટન વજનનાં એક મોટો કળશ તેમજ અન્ય શીખરો ઉપર ૨૦ કળશની સ્થાપના કરવામાં આવી હતી. સાથે ૪૫ ફૂટ લંબાઈના ધ્વજા દંડનું પણ પૂજન પૂર્ણ થયું હતું.

મકરાણા રાજસ્થાનના ૩ લાખ ઘન ફૂટ આરસપાણના બાંધકામ સાથે, ‘‘મહાપ્રસાદ’’ શૈલીનું દિવ્ય અને ભવ્ય મંદિરનું કામ મૂર્તિ પ્રતિષ્ઠા પછી પણ શરૂ રહ્યું હતું. જે હવે આવતાં આઠેક મહિનામાં કામ સંપૂર્ણ થશે. નોંધનિય છે કે મકરાણાના મુસ્લિમ બિરાદર બરાવદિનજીએ નફાવગર તમામ પથ્થર પૂરો પાડ્યો હતો. જ્યારે મુખ્ય આર્કીટેકચર સી.પી. સોમપૂરાની પણ વિનામૂલ્યે બહૂમૂલ્ય સેવાઓ મળી હતી.

પ્રસાદ માટે ૧૨૦૦ મણ શાકભાજી ભેટમાં આવ્યાં

પૂ. બાપાના જીવનમંત્રને વરેલા આશરે ૧૫૦ જેટલા ગામોના ૧૫ હજાર ચુનંદા સ્વયંસેવકો દર્શન-પાર્કિગથી માંડીને ભોજન સુધીની વ્યવસ્થા પાર પાડી હતી. બારસો મણ શાકભાજી તથા ૩ હજાર લિટર દૂધ ભેટમાં આવ્યું હતું.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s