ચરોતરમાં ગુરૂપૂર્ણિમાની શ્રઘ્ધાભેર થયેલ ઉજવણી

ખેડા જિલ્લાના નડિયાદ સંતરામ મંદિર, શ્રીમાઈ મંદિર, અંબા આશ્રમ, બ્રહ્મર્ષિ સંસ્કાર, વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર, અનેક નાના મોટા મંદિરો, ગુરૂગાદી તથા આશ્રમો ખાતે ગુરૂપૂિર્ણમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના સાત લાખથી વધુ હરિભકતોએ ગુરૂનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.
આ ઉપરાંત આણંદ ખાતે જાગનાથ મહાદેવ, વિજ્ઞાન મંદિર ટ્રસ્ટ, સાંઇબાબા મંદિર, સંતરામ મંદિર ઉમરેઠ, વિશ્વગાયત્રી મંદિર કાસોર, રણછોડરાયજી મંદિર પેટલાદ, યોગાશ્રમ ભાદરણિયા, આશાપુરી મંદિર વિરસદ ઉપરાંત આણંદમાં બાપા સિતારામ ગ્રુપ દ્વારા શ્રી બજરંગદાસ બાપાની ગુરુપૂિર્ણમા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.
ગુરૂપૂિર્ણમાના પર્વ નિમિત્તે નડિયાદ શ્રી સંતરામ મંદિર, શ્રીમાઈ મંદિર, અંબા આશ્રમ, વડતાલ શ્રી સ્વામિનારાય મંદિર તથા અન્ય ગુરૂગાદી અને આશ્રમો ખાતે સવારથી જ હરિભકતો ફુલહાર લઈ પોતાના ગુરૂનું પૂજન કરી ઋણ અદા કરવા ઉમટી પડયા હતા. શ્રી સંતરામ મંદિર ખાતે રાત્રીના ૨-૩૦ વાગ્યાથી હરિભકતો મહારાજશ્રીના દર્શન કરવા ઉમટી પડયા હતા. સવારે ૩-૩૦ વાગે શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજે સેવા કરી હતી.
૪-૩૦ વાગે શ્રી રામદાસજી મહારાજને મંદિરના સેવક નિલેષભાઈએ તિલક કરી ગુરૂનું પૂજન કર્યું હતું. વહેલી સવારથી અવિરત ભકતોનો પ્રવાહ વહી ર�ાો હતો. ઉપસ્થિત ભકતોએ ગુરૂને ફુલહાર પહેરાવી ગુરૂ વંદના કરી ધન્યતા અનુભવી હતી. વરસતા વરસાદમાં ભકતોની લાંબી લાઈનો જય મહારાજના જયઘોષથી વાતાવરણ ભકિતસભર બની ગયું હતું. સંતરામ મંદિર ખાતે ૩ લાખથી વધુ ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
શ્રીમાઈ મંદિર : શ્રીમાઈ મંદિર ખાતે શ્રીમાઈ જગતગુરૂ ભગવતી કેશવ મહારાજના સાનિઘ્યમાં શ્નશ્નશ્રી માઈબાલ પૂિર્ણમા મહોત્સવ’’ ખુબજ દબદબાભેર ઉજવાયો હતો. સવારે દસ વાગે શ્રી આધમાઈ જગતગુરૂ ભગવતી કેશવભવાની મહારાજનું માઈભકતો દ્વારા વૈદિક પૂજન, સદ્દગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું. આજે શ્રી શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે ૨૫ કમલાકાર કુંડી શ્રીમાઈ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવાલક્ષ શ્રીસુકત પાઠનો હોમ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ.પૂ. ગુરૂદેવ શ્રીમાઈ જગતગુરૂ ભગવતી કેશવભવાની મહારાજે ઉપસ્થિત માઈભકતોને મંગલ આર્શીવચન પાઠવ્યા હતા.
શ્રી બ્રહ્મર્ષિ સંસ્કારધામ : બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિધાલયના ઋષિકુમારો તથા અઘ્યાપક વૃંદ દ્વારા આશ્રમ સંસ્કૃતિ અનુસાર પ.પુ. શ્રી ડા�ાાલાલ શાસ્ત્રીનું વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું. ઋષિકુમારો દ્વારા ફુલહાર ચઢાવી શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું.
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ ગણાતા વડતાલ ખાતે આજે ગુરૂપૂિર્ણમાના શુભદિને એક લાખથી વધુ હરિભકતોએ દર્શનનો લાભ લીધો હતો. વડતાલ ગાદીના શ્રી પ.પુ.ધ.ધુ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન શ્રી નૌતમપ્રકાશદાસજી મહારાજ તથા અન્ય સંતો વિદેશ પ્રવાસે હોય, હરિભકતોએ ગુરૂગાદીની પૂજા કરી ગુરૂભકિત અદા કરી હતી. ડભાણ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજારી શ્રી કૃષ્ણવલ્લભદાસજી, સ્વામી વેદાંતપ્રકાશદાસજીનું સ્વામી ધર્મનંદનદાસજીએ ગુરૂપૂજન કર્યું હતું.
અંબાઆશ્રમ : અંબાઆશ્રમ ખાતે સવારે ૮-૩૦ વાગે ભકતો દ્વારા સદ્દગુરૂ સ્વરૂપ પૂજા આરતી તથા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ૧૦-૦૦ થી ૧૧-૩૦ સુધી ગુરૂગાદી પૂજા તથા આચાર્ય શ્રી અંબાપ્રસાદ મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી અંબાપ્રસાદ મહારાજે ઉપસ્થિત સૌ હરિભકતોને આશીર્વચન પાઠવ્યા હતા. સાંજે ૪-૩૦ થી ૭-૦૦ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
બોચાસણ : આણંદ જિલ્લાના બોચાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ જૉવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન અનેક ભકતોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
સારસા : સારસા ખાતે પણ ગુરુપૂિર્ણમાની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન હજારો ભકતોએ મંદિરમાં પૂજા-દર્શનનો લાભ લીધો હતો.
વહેરાખાડી : મહીસાગર સંગમ તીર્થ વહેરાખાડી ખાતે પણ અનેક ભકતોએ ગુરુપૂજા અને દર્શનનો લાભ લીધો હતો.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s