જપો નામ જલિયાણનું કરે પાપનો નાશ

વીરપુરના સંત જલારામ બાપાની ૨૧૧મી જન્મજયંતીની શનિવારે ઉજવણી નિમિત્તે શહેરનાં જલારામ મંદિરોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ પ્રસંગે જલારામ મિત્ર મંડળ, જલારામ માનવ સેવા પરબ, સુરતી લોહાણા સમાજ અને ઘોઘારી લોહાણા સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જ્યારે બુંદેલાવાડ, બાલાજી રોડ, લાભેશ્વર ચોક, સિદ્ધકુટિર-વરાછા, પાલનપુર પાટિયા અને અડાજણનાં જલારામ મંદિરોમાં પૂજા અને આરતીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વીરબાઈ મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે વીરપુરની પદયાત્રાનું આયોજન કરાયું છે.

લાભેશ્વર ચોક ખાતે સંતવાણી

જલારામ મંદિરના ધનેશભાઈ કોટકના જણાવ્યા મુજબ બાપાની ૨૧૧મી જન્મજયંતીએ ભવ્ય કાર્યક્રમનું સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં આયોજન કરાયું છે. આ પ્રસંગે મંદિરમાં સવારે અને સાંજે ૭.૦૦ કલાકે આરતી કરાશે. સવારે ૮.૦૦ કલાકે શોભાયાત્રા નીકળી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં જશે,જ્યાં બપોરે ૧૨.૦૦ કલાકે અન્નકૂટ, શોભાયાત્રા અને મહાઆરતી થશે. બપોરે ૧૨.૦૦થી ૩.૦૦ અને સાંજે ૪.૦૦થી ૭.૦૦ કલાકે મહાપ્રસાદી અપાશે અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. સંતવાણીમાં જાણીતા કલાકારો નાથુદાન ગઢવી, વિજયદાન ગઢવી, સુરેશભાઈ ભટ્ટ, લાભુબેન અને શ્રદ્ધા ગોસ્વામીનો ડાયરો યોજાશે.

મિની વીરપુરમાં પાદુકાપૂજન

મંદિરના ધવલ જીનવાલાના જણાવ્યા મુજબ જલારામ બાપાની ૨૧૧મી જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરાશે. આજથી વર્ષો પહેલાં ભગવાન રામે વીરબાઈમાને ઝોળી આપી ભૂખ્યાને ભોજનનો આપેલો આદેશ આજે પણ વીરપુર ધામમાં અવીરત ચાલે છે. આ પ્રસંગે પાલનપુર પાટિયા પર આવેલા મીની વીરપુર ધામમાં શનિવારે સવારે ૬.૦૦થી રાત્રે ૧૧.૦૦ સુધી મંદિરદર્શન માટે ખુલ્લું રહેશે. સવારે ૭.૦૦ અને સાંજે ૭.૦૦ કલાકે આરતી, સવારે ૮.૦૦થી ૧૦.૩૦ સુધી પાદુકાપૂજન તથા સવારે ૧૦.૦૦થી બપોરે ૧.૦૦

સુધી મહાપ્રસાદી યોજાશે.

ઘોઘારી લોહાણા સમાજ દ્વારા મહાજન વાડી, વાડીફિળયા ખાતે સવારે ૧૦.૦૦ કલાકે પાદુકાપૂજન, બપોરે ૩.૦૦ કલાકે બહેનો દ્વારા ભજન અને સાંજે ૭.૦૦ કલાકે સંધ્યાઆરતી કરાશે. આ ઉપરાંત જલારામ મિત્ર મંડળ, સુરતી લોહાણા સમાજ અને જલારામ ભક્તો દ્વારા પણ અનેક આયોજનો આ પ્રસંગે કરવામાં આવ્યા છે.

અડાજણમાં કેક કપાશે

અડાજણ ગામના જલારામ મંદિરમાં સવારે અને સાંજે ૭.૦૦ કલાકે આરતી, સાંજે ૪.૦૦થી ૯.૦૦ સુધી ભંડારો અને સાંજે ૭.૩૦થી રાત્રે ૧૨.૦૦ કલાક સુધી બાપાને પારણામાં ઝુલાવાશે. આ પ્રસંગે ૬ કિલોની કેક કાપવામાં આવશે. ઓલપાડના સરસ ગામે આવેલા જલારામ મંદિરમાં સવારે ૭.૦૦ અને સાંજે ૭.૦૦ કલાકે આરતી કરાશે. બપોરે ૧૨.૦૦ કલાકે છપ્પનભોગ, પાદુકાપૂજન અને આરતી તથા ૨.૩૦ કલાકે ગામમાં શોભાયાત્રા નીકળશે.

જલારામ માનવ સેવા પરબ સંસ્થા દ્વારા ગાયત્રી મંદિર મોરાભાગળ ખાતે ગાયત્રીયજ્ઞનો સવારે ૬.૩૦ કલાકે પ્રારંભ થશે. ત્યારબાદ સવારે ૮.૦૦ અને સાંજે ૭.૦૦ કલાકે આરતી તથા બુંદીનો પ્રસાદ અપાશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા ડુમસ ખાતે મહાકાળી માતાના મંદિરે અને નવસારીના ખારેલ ગામે મહાપ્રસાદી અપાશે.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s