જ્યારે કોઈનો ભરોસો ઘવાય છે ત્યારે શીલ જોખમાય છે

સંસ્કૃતમાં એક સુભાષિત છે કે ભરોટું ભરેલું એક ગાડું જાતું’તું. રસ્તામાં એક ગધેડો મળ્યો. એણે બળદને ઉપદેશ આપ્યો કે તમે મારા કરતાં ઘણા શક્તિશાળી અને તાકાતવાળા છો, વળી તમે તો શંકરના આંગણે બેસનારા અને આમ શું કામ તૂટી જાવ છો? આ ખેડૂતો તમને મારી નાખશે. બળદે કહ્યું, સ્પષ્ટ વાત કરો, શી વાત છે?

ત્યારે ગધેડાએ કહ્યું કે અમે તો ગધેડા, અમારા પર વધારે ભાર લાગે તો અમે આળોટી લઈએ એટલે અમારી પીઠ પર મીઠું હોય તો મીઠું અને ખડી હોય તો ખડી જે હોય તે પાણીમાં નાખીએ અને એકદમ નિર્ભાર થઈ હાલતા થઈએ, પણ તમે તો સમજદાર, મજબૂત અને ડાહ્યા છો. આ ખેડૂતો તમને મારી નાખશે. શું કામ આવા ભારોટા તાણો છો? અમારી જેમ જરા આળોટોને! ત્યારે બળદે સરસ જવાબ આપ્યો કે અમે ગાયનું દૂધ પીધું છે એટલે અમારાથી આવું નથી થતું, પણ તમે જેનું દૂધ પીધું છે એટલે આવું બોલી શકો, માટે કહું છું કે કળિયુગમાં શીલનું નિર્માણ થાય એ જરૂરી છે.

આજે સમાજને શીલનો પ્રશ્ન છે. જયારે કોઈનો ભરોસો ઘવાય છે ત્યારે શીલ થોડું જોખમાય છે. મહત્વનું એ છે કે સમાજમાં એકવચન પોતાનું સિદ્ધપણું સાબિત કરે. એકવચન પોતાનો વ્યકિતગત પગાર ઓછો કરે કે પછી વધારે એ જ રીતે પોતાની સુવિધા ઓછી કરે કે વધારે આ બધું ચાલ્યા જ કરવાનું અને ચાલતું જ રહેવાનું, પણ જે નિષ્ઠાવાન શિક્ષક હશે એ જ પોતાનું એકવચન સિદ્ધ કરશે, હું તમને નામ નહીં આપું પણ તમે ગૌરવ લઈ શકો એવું એક દ્રષ્ટાંત આપું જેમાં આપણું રાજ્ય, શિક્ષક સંઘ અને આપણે બધા આવી ગયાં.

વાત એમ છે કે એક દીકરી છે જે શિક્ષણ ઓફિસમાં કામ કરે છે. પાંચેક હજાર વિધા સહાયકોની ભરતી કરવાની સત્તા એના હાથમાં છે. એ બહેન મારી કથા સાંભળે છે. મને કહે, બાપુ વીસ વીસ હજાર રૂપિયા સામાન્ય છે. એકને ભરતી કરીએ ત્યાં પાંચ પાંચ હજાર હું લઉ તો પાંચ હજારની ભરતી કરું અને પાંચ પાંચ હજાર લઉ તો સામેથી પગે લાગીને મને આપે અને જિંદગીભર આભાર માને.

મારી સ્થિતિ બહુ જ સામાન્ય છે, પાંચ હજારની ભરતી કરું અને પાંચ પાંચ હજાર લઉ તો મને કેટલા રૂપિયા મળે? પણ મને તમારી ધોળી દાઢી આડી આવે છે. મેં કહ્યું, દીકરા તું ધન્ય છે. રામાયણના શ્રોતા તરીકે મને તેં રૂડો કરી દીધો. મને ધન્ય કરી દીધો. રૂડો રૂડો કરી દીધો.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s