પ્રભુનામની ઔષધિ પાપરૂપી પિત્તનું શમન કરે છે : પૂ.ભાઈશ્રી

પ્રભુનામ સંકીર્તન એ ઔષધિ છે, જે પાપરૂપી પિત્તનું શમન કરે છે, એમ કથાકાર રમેશભાઇ ઓઝા(પૂ.ભાઇશ્રી)એ ‘મિનિકુંભ’ અવન્તિકા ઘાટ થલતેજ ખાતે અષ્ટોત્તરશત શ્રીમદ્ ભાગવત સપ્તાહના સાતમા દિવસે જણાવ્યું હતું.

કથા દરમિયાન રુક્ષ્મણી વિવાહ ધામધૂમપૂર્વક થયાં હતાં. રવિવારે ‘મિનિકુંભ’ની અને લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે. રવિવારે કથાનો પ્રારંભ સવારે ૧૦ વાગ્યાથી થશે. જે બે વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે.

‘મિનિકુંભ’માં શનિવારે મહંત શિવરામદાસજી મહારાજ, મહંત રામઅવતારદાસજી, ધર્મોપદેશક પૂ.ભૂપેન્દ્રભાઇ પંડયા, વિશ્વાસ બાપુ- બરવાળા, રામબાલકદાસજી-દૂધઇ-વડવાળા, મહંત ભગવત્ પ્રિયદાસજી, જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, કંકુ કેશર મા- રાજસ્થાન તથા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પટેલ સમાજના અગ્રણી સી.કે. પટેલ-અમેરિકાથી ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સાત દિવસ સુધી દરરોજ ૩૦-૩૦ હજાર લોકોએ ભંડારાનો લાભ લીધો છે. જેમાં ભોજનની વ્યવસ્થા માટે બજરંગદાસ બાપાની જગ્યાના મનજી બાપા-કાંતિભાઇ સહિત ૫૦૦ કાર્યકરોએ સેવાયજ્ઞ કર્યો હતો.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s