બજરંગદાસ બાપા

 NEWS ABOUT PUJYA BAJRANGDAS BAPA

BAPA SITARAM

સીતારામનો નાદ ગૂંજતો કરનારા બજરંગદાસ બાપા 

સૌરાષ્ટ્રમાં હનુમાનજી અને સીતારામનો નાદ ગૂંજતો કરનાર બગદાણાવાળા પૂજય બજરંગદાસ બાપુનું નામ આજે પણ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે રાષ્ટ્રીયતાની ભાવના ઉજાગર કરી હતી અને સમાજસેવાનાં કાર્યો કર્યા હતાં. તેમના પર લોકોની અપાર શ્રદ્ધાને કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં ‘બાપા સીતારામની મઢુલી’ ઠેર-ઠેર જોવા મળે છે.

બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર

 ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ઘણાં વર્ષો પહેલાં એક સંત થઇ ગયા હતા. એમનું નામ બજરંગદાસ બાપા હતું. બગદ નદીને કાંઠે આ બગદાણા ગામ આવેલું છે. ગામમાં ઓછી વસ્તી છે છતાં પણ ગામ ઘણું રૂડું લાગે છે. બગદાણા ગામનું નામ સાંભળે એટલે ભકતો રાજીના રેડ થઇ જાય. બજરંગદાસ બાપાએ આ બગદાણા ગામમાં સમાધિ લીધી હતી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ.

જે દિવસે બાપાએ સમાધિ લીધી હતી એ દિવસે બગદ નદીનાં નીર પણ થંભી ગયાં હતાં. પવન પણ થંભી ગયો હતો અને બાપાના બગીચામાં રહેનારાં પશુ-પંખી એ દિવસે બોલ્યાં પણ ન હતાં. જગત જેના નામના જાપ કરે છે એવા સમરક સંત જેનું નામ લઇઐ તો ત્યાં મસ્તક ઝૂકી જાય છે.
બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ધામમાં દર પૂનમે મેળો પણ ભરાય છે. ભકતો ઘણા દૂર દૂરથી આવે છે અને ત્યાં બાપાનો ભંડારો પણ આખો દિવસ ચાલુ રહે છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે.
બગદાણા ધામમાં ઘણાં એવાં મંદિરો પણ જોવા જેવાં છે જેમ કે બજરંગદાસ બાપાનું મંદિર, બગદેશ્વર મહાદેવ મંદિર, બાપાનું સમાધિ મંદિર, ગાડી મંદિર, બગદ નદી. ખરેખર ત્યાંનું વાતાવરણ જોઇ એવું લાગે છે કે અહીંયા જ રોકાઇ જવાનું મન થયા કરે છે.
બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો ફેરો પલટાઇ જશે. બાપા સીતારામ.

બજરંગદાસ બાપા પુણ્યતિથિની ઉજવણી કરાઈ

ખેરગામની સહયોગ સોસાયટીમાં આવેલા સાંઇ મંદિર બાપા બજરંગદાસ બાપાની મુઢુલીમાં બાપાની પુણ્યતિથી ખૂબ ભિકતભાવ પૂર્વક સીતારામ પરિવાર દ્વારા પાર પાડવામાં આવી હતી. આ પ્રસંગે સવારે બાપાની આરતી અને ભજનકિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બગદાણા ખાતેનાં બાપાના મંદિરમાં આજે આ પ્રસંગમાં હજારો ભકતો ભાગ લે છે. ત્યારે ખેરગામનાં કથાકાર પ્રફુલભાઇ શુકલએ પણ બાપાની મહીમાથી તરબોળ કયૉ હતા.

બજરંગદાસ બાપા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

બાપા સીતારામ યુવક મંડળ દ્વારા આંવાબાઇ હાઇસ્કૂલમાં બજરંગદાસ બાપાની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ અવસરે શોભાયાત્રા સ્વગૉશ્રમ મંદિરની બાજુમાંથી નિકળી નગરમાં ફરીને સંત મઢુલી ખાતે પરત ફરી હતી. જેમાં કથાકાર પ્રફુલ શુકલ, પાલિકા પ્રમુખ જનક ભાનુશાલી તથા અનશિ શેિઠયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંત મઢુલી ખાતે રામયજ્ઞનું આયોજન કરાયું હતું. સૌરાષ્ટ્રના ભજનીક વિનુ હરીયાણી, જેઠાલાલ પંડયા તથા લોક સાહિત્યકાર શંકરદાન ગઢવી દ્વારા સંતવાણીનું આયોજન કરાયું હતું. સંત મઢુલીમાં મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ તથા દર પૂનમે બાળકોને ભોજન આપવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવાયું હતું.

 

શંખલપુરમાં બજરંગદાસ બાપાની મઢુલીનો પાટોત્સવ ઊજવાયો

શંખલપુરમાં બજરંગદાસ બાપાની મઢુલીનો પાટોત્સવ ઊજવાયો

બહુચરાજી : તાલુકાના શંખલપુર ગામે બહુચરાજી રોડ પર નવનિર્મિત સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીનો પ્રથમ પાટોત્સવની તાજેતતરમાં ભારે હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયો હતો. શંખલપુર ગામે બહુચરાજી રોડ પર બાપા સીતારામ યુવક મંડળ દ્વારા દાતાઓના દાન થકી બનાવેલ સંત બજરંગદાસ બાપાની મઢુલીના પ્રથમ પાટોત્સવ નિમિત્તે તાજેતરમાં બજરંગદાસ બાપાના ફોટાની નગરયાત્રા બહુચરાજીથી નીકળી હતી. બેન્ડવાજાની સૂરાવલિ અને કળશધારી બાળાઓ સાથે નીકળેલી આ નગરયાત્રા બહુચરાજીથી શંખલપુર અને ત્યાંથી નીજ સ્થાનકે પધારી હતી. જ્યારે બાપાના ફોટાની સ્થાપના સમયે બગદાણાવાળા સંતશ્રી કિશોરગિરી – મુની બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. ઉપરાંત રાત્રે યોજાયેલા સંતવાણી-ડાયરામાં જાણીતા લોક સાહિત્યકાર બાબુલ બારોટ અને અન્ય કલાકારોએ મોડી રાત સુધી ભજન-સત્સંગની રમઝટ જમાવી હતી. મઢુલી બનાવવા ભૂમિદાતાનો લ્હાવો શંખલપુરના લાલજીભાઈ નાથાભાઈ ઇશ્ર્વરદાસ પટેલે તેમજ હરહિર પ્રસાદના દાતાનો લાભ કાનજીભાી માંડણભાઈ દેસાઈએ લીધો હતો. આ પાટોત્સવને રંગેચંગે ઉજવવા બાપા સીતારામ યુવક મંડળના સભ્યો અને ભકતોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આજે નાનીદાઉ ગામે જોગણી માતાના સાંનિધ્યે પૂનમનો મેળો

મહેસાણા: મહેસાણાથી પાંચ કિ.મીના અંતરે આવેલ નાનીદાઉ ગામે આવેલ જોગણી માતાના મહિમાવંત સ્થાનકે ચૈત્ર સુદ પૂનમ મંગળવારે પરંપરાગત મેળો યોજાશે. જેમાં ગામની બહેન-દીકરીએા માતાજીના ફુલોના ગરબા રમાડતી આવશે. મેળામાં ભાગ લેવા હજારો લોકો દર્શનાર્થીએા ઉપરાંત ગામની બહેન-દીકરીઓ પણ માતાજીના દર્શનાથેg દેશ-વિદેશથી પધારશે. જ્યારે ચૈત્ર સુદ ચૌદશની રાતે નાની દાઉ તેમજ સમસ્ત પરા વિસ્તારોમાં માતાજીના ફુલોના ગરબા (માંડવડી) કાઢવામાં આવી હતી અને આખી રાત ગરબાની રમઝટ જામી હતી. પરંતુ નાની દાઉ ગામે વર્ષોથી માતાજીની મૂતિgની પૂજા થાય છે .જ્યારે રેલ્વેપુરા યુવક મંડળ તરફથી સેવા કેમ્પનું આયોજન કયું છે.

મહેસાણામાં ગાયત્રી પરિવારની ચિંતન ગોિષ્ઠ

ેમહેસાણા : પૂ.ગુરુદેવ પં.શ્રીરામ શમૉ આચાર્યજીના જન્મ શતાબ્દીની પુર્વ તૈયારીના વર્ષમાં ગાયત્રી પરજિનો દ્વારા ગાયત્રી મહામંત્ર,ગાયત્રી યજ્ઞ તેમજ ભારતીય સંસ્કૃતિના તત્વદર્શનને ધેરધેર અને વ્યકિત-વ્યકિત સુધી પહાંેચાડવા માટેની રણનીતિ તૈયાર કરવા માટે ગુજરાત ગાયત્રી પરિવારના કાર્યકતાએાની ચિંતન ગોિષ્ઠ તા.૨૭-૨૮ માચેઁ દરમિયાન ગાયજ્ઞી શકિતપીઠ, મહેસાણા ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાત ઝોનના સંવાહક રાજુભાઇ દેવ,વિષ્ણુભાઇ પંડયા સહિત ૩૦૦ જેટલા પરજિનો ઉપસ્થિત રહ્યાં હતા

બાવળા શહેરમાં બજરંગદાસ બાપાની શોભાયાત્રા નીકળશે

બાવળામાં બગદાણાના પ.પૂ. સંત શિરોમણી બજરંગદાસ બાપાની દેવતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે.

બગદાણાધામના જાણીતા પ.પૂ. સંત શિરોમણી બજરંગદાસ બાપાની દેવતિથિ સોમવારે હોવાથી બાવળામાં શોભાયાત્રાનું આયોજન બાપા સીતારામ ભજનમંડળ દ્વારા કરવામાં આવ્યું છે. મંડળના પ્રમુખ રણછોડભાઇ અલગોતર, હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતું કે શોભાયાત્રા અંબિકા સોસાયટીથી ઢેઢાળ ચોકડી, શાંતિનગર સર્કલ, નવી બજારનો ઢાળ, ટાવરચોક, સંતઆશ્રમ, ચોરાયા, રામજીમંદિર, અંબાજીમાતાનો ચોક, વલ્લભનગર સોસાયટી, ઝાંપલીખાડ, પોલીસ સ્ટેશન,ધોળકા રોડ, બસ સ્ટેશન રોડ, આદરોડા ચોકડીથી પ્રમુખના ઘરે પહોંચશે. રાત્રે નવ વાગ્યે બાપા સીતારામ ભજન મંડળના સભ્યો દ્વારા પ્રમુખના ઘરે ભજનોની રમઝટ બોલાવશે. શોભાયાત્રાનું નગરમાં હિન્દુ-મુિસ્લમ સમાજ દ્વારા બેનરો, આસોપાલવનાં તોરણો, ફૂલહાર ચડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થાય તે માટે બાવળા પોલીસ ખડેપગે ઊભી રહેશે.

બાવળા શહેરમાં બજરંગદાસ બાપાની શોભાયાત્રા નીકળી

બાવળામાં બાપા સીતારામ ભજન મંડળ દ્વારા બજરંગદાસ બાપાની દેવતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે મંડળ દ્વારા પ્રમુખના નિવાસસ્થાને ભજનોની રમઝટ બોલી હતી.

સૌરાષ્ટ્રના બગદાણા ધામના પ.પૂ. સંતશિરોમણિ બજરંગદાસ બાપાની ૩૩મી પુણ્યતિથિ નિમિત્તે બાપા સીતારામ ભજન મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંબિકા સોસાયટીમાંથી રથયાત્રા બેન્ડવાજાની ભિકતમય ધૂનો અને અબીલ ગુલાલની છોળો વચ્ચેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાવળા નગરપાલિકાના પ્રમુખ બપિીનભાઇ પટેલ, એડીસી બેન્કના ડિરેકટર્સ નાનુભાઇ અલગોતર, બાપા સીતારામ ભજનમંડળના પ્રમુખ રણછોડભાઇ અલગોતર, મારુતિ સત્સંગ મંડળના પ્રમખુ વિનુભાઇ પ્રજાપતિ, ગામના આગેવાનો, મંડળના સભ્યો અને ભાઇઓ, બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શોભાયાત્રા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સીપાઇવાસમાં મુિસ્લમ સમાજના અસરફભાઇ તથા આગેવાનો દ્વારા સ્વાગત કરાતા કોમી એખલાસના દર્શન જોવા મળ્યા હતા. રાત્રે મંડળના પ્રમુખના ઘરે બાપા સીતારામ

મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલી હતી. બાવળા પોલીસ તથા હોમગાર્ડસના જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.

<!– 395 views –>

બજરંગદાસ બાપાની શોભાયાત્રા માટે મિટિંગ

સૌરાષ્ટ્રમાં આવેલા બગદાણા ધામના ઓલિયાના નામથી જાણીતા પરમપૂજય સંતશિરોમણી બજરંગદાસ બાપાની ૩૪મી દેવતિથિ નિમિત્તે બાવળામાં પાંચમી ભવ્ય શોભાયાત્રા ચોથી જાન્યુઆરીએ નીકળવાની છે. આ શોભાયાત્રાની તૈયારી માટે ઢેઢાળ રોડ ઉપર આવેલી ત્રિમૂતિg જિનમાં મિટિંગ મળી હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ બપિીનભાઇ પટેલ, નાનુભાઇ અલગોતર, બાપા સીતારામ ભજન મંડળના પ્રમુખ રણછોડભાઇ અલગોતર, મારુતિ સત્સંગ મંડળના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, ઇન્ડિયન કન્ઝયુમર્સ પ્રોટેકશન બ્યૂરોના પ્રમુખ વાસુદેવભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ, ભરતસિંહ ઝાલા, વજિયભાઇ ગઢવી, બાપા સીતારામ ભજન મંડળના સભ્યો તેમજ શહેરના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બજરંગદાસ બાપાની શોભાયાત્રા ૪-૧-૨૦૧૦ના રોજ ખૂબ જ ધામધૂમથી અને શાંતિમય રીતે નીકળે તેવું આયોજન કરાયું છે.

સીતારામનો નાદ ગૂંજતો કરનારા બજરંગદાસ બાપા

સૌરાષ્ટ્રમાં હનુમાનજી અને સીતારામનો નાદ ગૂંજતો કરનાર બગદાણાવાળા પૂજય બજરંગદાસ બાપુનું નામ આજે પણ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે રાષ્ટ્રીયતાની ભાવના ઉજાગર કરી હતી અને સમાજસેવાનાં કાર્યો કર્યા હતાં. તેમના પર લોકોની અપાર શ્રદ્ધાને કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં ‘બાપા સીતારામની મઢુલી’ ઠેર-ઠેર જોવા મળે છે.

રાણપુરના ધારપીપળા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

રાણપુર તાલુકાના ધારપીપળા ગામે બજરંગદાસ બાપાના તીર્થની ઉજવણી તેમજ શિવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ધાર્મિક કાર્યક્રમ ત્રણ દિવસ ઉજવવામાં આવશે.

આ કાર્યક્રમની શરૂઆત તા. ૩-૧-૧૦ સવારે ૭.૩૦ કલાકે હેમાદ્રી પ્રાયશિ્ર્વત વિધિથી શરૂઆત કરવામાં આવશે. ત્યાર બાદ ગણપતિ પૂજન, જળયાત્રા, મંડપપ્રવેશ, વધિgની પૂજન, જલાધિવાસ, શ્ર્વાન્યા દિવાસ જેવા કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાશે. બીજા દિવસે તા. ૪-૧-૧૦ના રોજ સ્થાપિત દેવતા પૂજન, ગ્રહહોમ, વાસ્તુહોમ, કુટિરહોમસ્થાપન વિધિ તેમજ બપોરના ૧૧.૩૦થી ૩ કલાક સુધી બાપા સીતારામ અને શિવની શોભાયાત્રા ધારપીપળા ગામની શેરીઓમાં વાજતે ગાજતે ફરશે. છેલ્લા દિવસે સવારથી જ પ્રાત: પૂજન, સ્થાપિત દેવતા હોમ, પ્રાણપ્રતિષ્ઠા અને યજ્ઞની પૂણૉહુતિ થશે. આ કાર્યક્રમ દરમિયાન તા. ૫-૧-૨૦૧૦ને મંગળવારના બપોરના સમસ્ત ગામ ધુમાડાબંધ અને બધા જ ગામથી ઉપસ્થિત રહેલ મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.આ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટામંદિર લીંબડીના મહંત લલિતકશિોર શરણજી મહારાજ, પ.પૂ.સંત સગરામ બાપુ- રામટેકરી મંદિર, ગરીબદાસ બાપુ- હાંસલપુર તેમજ બગદાણા બજરંગદાસ બાપા મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના લોકો સતત મહેનત કરી રહ્યા છે.

અખંડાનંદજીએ જનસામાન્યને ધાર્મિક-આધ્યાિત્મક ગ્રંથો ઉપલબ્ધ કરાવ્યા

સાધુ-સંતોના સંકલ્પ કયારેય અપૂર્ણ નથી રહેતા તેનું જીવંત ઉદાહરણ ભિક્ષુ અખંડાનંદજીનું છે. તેમણે સંકલ્પ કર્યો કે અન્ય ધર્મોનાં સાહિત્ય જનસામાન્યને પોસાય તેવી િંકમતે મળે છે તો આપણા શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ગ્રંથો કેમ સામાન્ય િંકમતે ન મળે? તે માટે અથાક પ્રયત્નો કરીને તેણે ગીતાજી સહિત અનેક આધ્યાિત્મક ધાર્મિક ગ્રંથો સામાન્ય લોકોને પોસાય તેવી િંકમતે ઉપલબ્ધ કરાવી આપ્યાં. એટલું જ નહીં અનેક કષ્ટો સહન કરીને તેમણે વેદપુરાણ-આયુર્વેદના દુર્લભ ગ્રંથો લોકોને સુલભ કરી, સદ્વાચન તરફ પ્રેરિત કરનાર આ વભિૂતિ છે.

જાખાવાસણીમાં સંત મેળાવડો

ખારેડા:પાટણ તાલુકાના જાખા વાસણી ગામે ઠાકોર સમાજના સંત પાંચારામ મહારાજના શ્રદ્ધાસુમન કાર્યક્રમ અંતર્ગત ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કુંવરજી મહારાજ કાકોશી, જવાનરામ ખારેડા, સાગરદાસ મહારાજ ખરડોસણ, શંકરજી મહારાજ સામઢી, ઉમેદરામ, સંગ્રામદાસ, સરતાનરામ ઘુમ્મડ, કપુરદાસ ખોડાણા, ચેનજીરામ કાતરા, જોગજીરામ મહારાજ સાવિયાણા વગેરે સંતો-ભકતજનો હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા દેવચંદરામ મહારાજ અને તેમના પરીવારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન જવાનરામ મહારાજે કર્યું હતું.

બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ ઊજવાઇ

શંખેશ્ર્વર:શંખેશ્ર્વરથી ૪ કિલોમીટર દૂર રતનપુરાના પાટીયા પાસે રૂપેણ નદીના કિનારે સંત શિરોમણી બજરંગદાસ બાપાની મઢુલી આવી છે. આ મઢુલીએ પોષ વદ ચોથ સોમવારના રોજ બાપાની તિથી હોવાથી સવારે ૯-૩૦ કલાકે ૧૦૮ ટ્રસ્ટના મેનેજર વિનોદભાઇ દવે, કિરીટભાઇ શાહ અને પરબતભાઇ પટેલ દ્વારા બાપાની પૂજા-અર્ચના કરાઇ હતી. રતનપુરા ગામના સરપંચ કાળુજી ઠાકોર અને દશામા મંડળના પ્રમુખ ધીરૂજી ઠાકોર દ્વારા ધ્વજારોહણ કરાયું હતું. ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લાલાભાઇ સોમપુરા, અર્પિત ભાઇ, મહેશભાઇ, પમાજી ઠાકોર દ્વારા ભારે જહેમત ઉઠાઇ હતી.

સિદ્ધપુર શહેર ભાજપ કારોબારી રચાઇ

સિદ્ધપુર : સિદ્ધપુર શહેર ભાજપની કારોબારીની રચના કરવામાં આવતાં દરેક સમાજના યુવાન ચહેરાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ૧૧ પદાધિકારીઓ તેમજ ૪૧ કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. શહેર પ્રભારી પ્રભાતભાઇ દેસાઇ તેમજ મોહનભાઇ પટેલ, કાકોરીવાળાના માર્ગદર્શન નીચે શહેર ભાજપ પ્રમુખ કિરણભાઇ શાસ્ત્રી તેમજ મહામંત્રી વિષ્ણુભાઇ પટેલની નિમણુંક અગાઉ કરાઇ હતી. ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ મોદી, મણીબેન પટેલ, પ્રફુલાબેન પંડ્યા, નારાયણદાસ લાલુમલ આસનાની (નારીભાઇ), મંત્રી પંકજકુમાર શેઠ,જયોત્સનાબેન પંચાલ, કાિન્તભાઇ પટ્ટણી, આશાબેન પુરબીયા, કોષાધ્યક્ષ પ્રવીણભાઇ મોદીનો સમાવેશ કરાયો છે. કારોબારીમાં જયેશભાઇ પંડ્યા, વિનોદભાઇ મોદી, ચીનુભાઇ બ્રહ્નભટ્ટ, કિર્તીભાઇ મેવાડા, પંકજ દરજી, અવધેશ બારોટ સહિત નવા યુવા ચહેરાઓનો સમાવેશ કરાયો છે.

દાંતીવાડા યોજનાનું કવાર્ટર ભયજનક

ખારેડા: પાટણ તાલુકાના કાતરા સમાલ પ્રાથમિક શાળાના દરવાજા આગળ દાંતીવાડા જળાશય યોજનાનું કવાર્ટર જર્જરિત હાલતમાં હોઇ શાળાએ આવતાં બાળકો માટે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. કાતરા પ્રાથમિક શાળાના દરવાજા આગળ વર્ષો જૂનું ખંડેર હાલતમાં પડવાના વાંકે દાંતીવાડા જળાશય યોજનાનું કવાર્ટર બાળકો માટે ખતરો ગણાય છે. આ બાબતે ગઢ શાખા નહેર વિભાગમાં વારંવાર રજૂઆતો પણ કરાઇ છે. છતાં કોઇ પગલા લેવાયા નથી. આ બાબતે લાગતાં વળગતા અધિકારીઓ ઘટતું કરે તેવી માંગ છે.

રાધનપુરમાં ગ્રામ સ્વચ્છતા શિબિર

રાધનપુર: રાધનપુરની હિઁમત વિધ્યાનગર સ્થિત આટ્gસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત લખાપુરા ગામે આરોગ્ય જનજાગૃતિ અને ગ્રામ સ્વચ્છતા શિબિર યોજાઇ હતી. ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઇ મુલાણી, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઇ ઠક્કર, ડૉ. નવીનભાઇ ઠક્કર, ધીરૂભાઇ પંપવાળા તેમજ ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં સાત દિવસીય શિબિર દરમિયાન મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, કાનૂની શિક્ષણ શિબિર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો એમ પ્રિિન્સપાલ ડૉ.સી.એમ.ઠક્કરે જણાવ્યું હતું.

સમીપંથકની ગ્રામીણ પ્રજા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા આશીવૉદરૂપ બની

ઝીલવાણા : સમી તાલુકામાં ૧૦૮ ઇમરજન્સી સેવા ગ્રામીણ વિસ્તારોના લોકો માટે ઘણી જ આશિવૉદરૂપ પૂરવાર થઇ છે. સમી તાલુકો ૧૦૦ ગામો ધરાવતો તાલુકો છે. જેમાં સરકાર દ્વારા તાલુકામાં ૧૦૮ની એમ્બ્યુલન્સની સેવા મળતાં ગરીબ લોકોને મોટી સહાય મળી છે. ૧૦૮ના કર્મચારીઓ રાત હોય કે દિવસ ફોન આવતાં પહોંચી જાય છે. ગત ઓકટોબર તેમજ નવેમ્બરમાં પ્રસૂતિ ૮૧ અને ૯૭, મેડિકલ ૩૩ અને ર૭, અકસ્માત ૧૪ અને ૧૩ તેમજ અન્ય ૧૮ અને ર૦, ગંભીર ૬ અને ૮ કેસોમાં ગાડી દોડી હતી. ઓકટોબરમાં ત્રણ ડિલિવરી એમ્બ્યુલન્સમાં તેમજ નવેમ્બરમાં બે ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં ૧૦૮ના કર્મચારીઓને મેસેજ મળે કે તરત પોતાના સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ લઇને ગામે પહોંચી જાય છે. મહિલાઓને પ્રસૂતિની પીડાથી બચાવી લેવામાં સફળતા મળી રહી છે.

બજરંગદાસ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જલારામ મંદિરમાં ગત મધરાત્રી બાદ તસ્કરોએ મંદિરનાં ફળિયામાં પ્રવેશી દાનપેટીનાં તાળા તોડી અંદાજીત રૂ. ૭૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ જલારામ મંદિરની સાથે બજરંગદાસ બાપાની મંદિરની દાનપેટીને પણ છોડી ન હતી. ચોરી થયેલ રકમ બાબતે સ્પષ્ટતા થઈ નથી જેથી તે બાબ અવઢવ સર્જાય છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે વહેલી સવારે ૪ કલાકના સમય દરમિયાન શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જલારામ મંદિરમાં ત્રાટકેલ તસ્કરોએ જલારામ મંદિરની બાજુમાં આવેલ બજરંગદાસ બાપાનાં મંદિરમાં ફળિયામાં રખાયેલ દાનપેટીનાં તાળા તોડી તેમાં રહેલ અંદાજીત રૂ. ૭૦૦૦/- ની રકમની ચોરી કરી કોઈ અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા.

વહેલી સવારે ચોરીની ઘટનાની દર્શનાર્થીઓને જાણ થતાં ભાવિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. બનાવ સંદર્ભે મંદિરના ટ્રસ્ટી મંડળને જાણ થતાં તુરંતજ પોલીસને જાણ કરાતાં બી ડીવીઝન પોલીસ મથકનાં પી.આઈ. પરમાર, બોરડીગેટનાં પી.એસ.આઈ. ઝાલા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી ગયો હતો. અરવિંદભાઈ હરિભાઈ કારૈયાએ આ બાબતે બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

વિદેશમાં વસતા ભારતીયો વધુ ભાવુક છે

સ્વતંત્ર ભારતના જન્મદિન સાથે જેમનો જન્મદિન (તા. ૧૫-૮-૧૯૬૧) ઉજવાય છે એવા સંત કથાકાર પૂ. પ્રફુલભાઈ શુકલએ ૧૪ વર્ષની ઉંમરે કથાયાત્રા શરૂ કરી તા. ૯મી ફેબ્રુઆરીએ ચીખલી તાલુકાના સોલધરા ગામે સ્વ. રામીબેન પટેલના પુણ્યાર્થે ૬૦૦મી રામકથા કરવા જઈ રહ્યા છે. દેશ-વિદેશોમાં રામકથા અને ભાગવતકથાના માઘ્યમથી શાળા, કોલેજો, મંદિર, દવાખાના, વૃદ્ધાશ્રમો, સંસ્કòત પાઠશાળા, સ્મશાનગૃહો તથા અન્નક્ષેત્રોના નિર્માણના તેઓ ભાગીદાર થયા છે. ધર્મ, સંસ્કòતિ અને સમાજસેવાના ત્રિવેણી સંગમ પર તેમણે તેમની કથાઓના માઘ્યમથી ૭૬૫ ગરીબ કન્યાઓના કન્યાદાન કર્યા છે અને કરાવ્યા છે. તેમની ૬૦૦મી કથાની પૂર્વસંઘ્યાએ તેમણે દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.
દિ.ભા. : આપને કથા કરવાની પ્રેરણા કયાંથી મળી ? પ્ર.શુ. : મને કથા કરવાની પ્રેરણા સદ્ગુરુ પૂ. બજરંગદાસ બાપા પાસેથી મળી છે જયારે પૂ. મોરારીબાપુ સતત મારા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. દિ.ભા. : આપે પ્રથમ કથા કયારે કરી?
પ્ર.શુ. : ૧૪ વર્ષની ઉંમરે મારા ગામ ખેરગામ ખાતે રામજી મંદિરમાં મેં પ્રથમ કથા કરી હતી તે ભાગવત કથા હતી. દિ.ભા. : કથાઓ કરવા પાછળ આપનો શું ઉદેશ્ય શું છે ? પ્ર.શુ. : લોકોના હૃદયમાં ભાગવત સ્મરણ રહે તથા એની સાથે કંઈ નવું અને હકારાત્મક નિર્માણ થાય એજ મારો ઉદૃેશ્ય છે. દિ.ભા. : કથાઓ કયાં સુધી કરવા માંગો છો?
પ્ર.શુ. : ઈશ્વરની ઈરછા હશે તો આજીવન કથાઓ કરતો રહીશ. જોકે હવે ૬૦૦મી કથા પછી વ્યકિતગત ધોરણે કથા નહીં કરવાનો નિણર્ય કર્યોછે. શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ તથા જાહેર હિતની સર્જનાત્મક પ્રવૃત્તિઓના લાભાર્થે જ કથા કરીશ. દિ.ભા. : શું કયારેય વ્યાસપીઠ ઉપર આક્રોશ જન્મ્યો છે ?
પ્ર.શુ. : હા, ગત વર્ષે નવસારીની કથા દરમિયાન એક માસૂમ બાળકના અપહરણ પછી હત્યાની ઘટનાથી આક્રોશ વ્યાપી ગયો હતો. જોકે એ એક માનવી અને પિતાના હૃદયની લાગણીનો પડઘો હતો. વ્યાસપીઠની ગરિમા હંમેશા જાળવી છે અને જાળવતો રહીશ. દિ.ભા. : અત્યાર સુધીની આપની ¼ષ્ટિએ યાદગાર કથા કઈ ? પ્ર.શુ. : વર્ષ ૧૯૯૨માં નવસારીના મુનસાડ ખાતેની કથા મારા માટે સૌથી યાદગાર કથા છે. આ કથાના માઘ્યમથી ૧૫૮ ગરીબ દીકરીઓના કન્યાદાન કરવાનો પુણ્ય પ્રાપ્ત થયો હતો. દિ.ભા. : કઈ કથા દ્વારા સૌથી વિશેષ આત્મસંતોષ થયો છે ?
પ્ર.શુ. : બારડોલીના કણાઈ ગામે ગત વરસે એક સત્સંગ સમારોહમાં ભાગ લેવા ગયો ત્યારે જાણવા મળ્યું કે આ ગામમાં એકપણ મંદિર નથી. એક માસ બાદ અહીં મંદિરના લાભાર્થે કથા કરી અને અહીંના અરવિંદભાઈ તથા મનુભાઈ દ્વારા યુવાનોને પ્રેરણા મળી. આજે અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે જેનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આ મહિનાની ૧૬,૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ ઉજવાશે.
દિ.ભા. : વિદેશોમાં કેટલી કથાઓ કરી? પ્ર.શુ. : નેપાળ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઝાંમ્બીયા, ઝિમ્બાબ્વે, મપુટો, સાઉથ આફ્રિકા, મોરેશિયસ, યુ.કે., ફ્રાંસ, જર્મની, અમેરિકા અને કેનેડામાં કુલ ૨૫૦ જેટલી કથાઓ કરી છે. દિ.ભા. : વિદેશોમાં કથા દરમિયાન કોઈ ખાસ અનુભવો થયા છે ?
પ્ર.શુ. : અહીં વસતા લોકો કરતા વિદેશોમાં વસતા ભારતીયો મને વધુ ધાર્મિક અને ભાવુક લાગ્યા છે. જોકે તેમને આવી કથાઓનો લાભ જવલ્લે જ મળતો હોય છે. ન્યુઝીલેન્ડની કથામાં સાત વર્ષના બાળકે મંચ પરથી બે પ્ર’ો કર્યા કે સંગીતના આટલા બધા વાજીંત્રો હોવા છતાં શ્રીકòષ્ણ ભગવાને વાંસળી શા માટે પસંદ કરી ? બીજો પ્ર’ એ કર્યોકે વિદેશીઓ મોરપીંછને અપશુકન ગણે છે જયારે શ્રીકòષ્ણ ભગવાને મુગટમાં મોરપીંછને કેમ પસંદ કર્યો? આ બાળકના બે પ્ર’ોના ઉત્તર આપવા માટે કથાના ત્રણ દિવસ ફાળવ્યા હતા. દિ.ભા. : સમાજ માટે આપનો સંદેશો શું હોઈ શકે ?
પ્ર.શુ. : કથાઓ સાંભળ્યા બાદ લોકો એને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે એજ અપેક્ષા, સંદેશો અને પ્રભુને પ્રાર્થના છે.
અંતમાં ભારતીય યુવાન વિશે તેઓ કહે છે કે આજના યુવાનના માઈન્ડ માઈલ્ડ હોય, ચહેરા પર સ્માઈલ હોય તથા હાથમાં મોબાઈલ હોય એ જ મારું સ્વપ્ન છે. મુલાકાતને વિરામ આપતા તેમણે બે શે’ર લલકારી ગાગરમાં સાગર યુકિતને સાર્થક ઠેરવી હતી. ‘વહેંચેલું જગતમાં પણ જરૂર પડી ત્યારે જડયું છે, સંગ્રહ કર્યું જે જીવનમાં તે કાયમ માટે નડયું છે,
હે હરિ તારી સામે હું પ્રબુદ્ધ નહીં બુદ્ધુ છું, પણ ગુણગાન ગાતા કથામાં તને જ કાયમ શોધું છું.’

 

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s