બે હાથ, બે પગ, આંખ, નાક, કાન વાળો ભગવાન…?

ગીતામાં જણાવ્યા મુજબ અને મારી સમજણ પ્રમાણે ભગવાન એ કોઈ બે હાથ, બે પગ, આંખ, નાક, કાન અને આપણે જે રીતે મૂર્તિ બનાવીને તેને જોઈએ અને પૂજીએ છીએ તેવો નથી. ભગવાન એટલે શક્તિ, ઉર્જા. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે મારી ઈચ્છા વિના કઈ થતું નથી, મારી ઈચ્છા વિના પર્ણ પણ હલતું નથી, હું દરેકમાં રહેલો છું. હું જ બધું કરાવું છું. તું તો માત્ર મારી ઈચ્છા પ્રમાણે કાર્ય કરનાર એક સાધન છે. આ બધાનો શું અર્થ થયો? એમ માની લેવાનું કે બે હાથ, બે પગ, આંખ, નાક, કાન વાળો ભગવાન, ઈશ્વર આપણામાં રહે છે. ના, આપણામાં જે ઈશ્વર રહે છે તે છે શક્તિ, ઉર્જા. આ ઉર્જા કે શક્તિ વડેજ તો આપણે કાર્ય કરીએ છીએ. આ જ શક્તિ કે ઉર્જા ન હોય તો ખરી વાત છે કે એક પર્ણ પણ હાલી શકે નહિ.

આપણે માત્ર શબ્દો જ પકડીએ છીએ તેનો અર્થ કે ભાવ નહિ. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને વારંવાર કહે છે કે અર્જુન તું મારું જ્ઞાન વિવેક રાખીને ગ્રહણ કર માત્ર શબ્દો પાછળ જવાથી તને કંઈ નહિ મળે.

જલારામ બાપા, બાપા સીતારામ, કે અન્ય બધા આપણા જેવાજ માનવી જ હતા પરંતુ તેમને એવા કર્યો કર્યા કે જેથી તેમને આપણે આજે ભગવાન તરીકે પૂજીએ છીએ. ગીતામાં પણ કર્મનું જ મહત્વ દર્શાવ્યું છે. મનુષ્ય કર્મ થકીજ મહાન બને છે.

આજે આપણે એલેકઝાન્ડર(સિકંદર), અખીલીસ, હર્ક્યુલીસ, કર્ણ, અર્જુન, ગાંધીજી, રામ, કૃષ્ણ આ બધાને કેમ યાદ કરીએ છીએ? શું તેમના પિતા, માતા, પુત્ર કે કોઈ સગાના કારણે? ના, આપણે તેમને યાદ કરીએ છીએ કારણકે તેમના કર્મો મહાન હતા. આપણે તેમને તેમના કર્મોને કારણે યાદ કરીએ છીએ.

શું આપણને કોઈ આપના મૃત્યુ પછી યાદ કરશે? શું આપણે એવા કાર્યો કર્યા છે કે જેથી લોકો આપણને યાદ કરે? દુનિયાની છ અબજની વસ્તીમાં આપણું મહત્વ કેટલું?

આપણે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એમ બોલ્યા કરીશું અને કૃષ્ણ આવીને આપણને વરદાન આપશે…? આપણાં કાર્યો કરી આપશે…? આપણી ઈચ્છાઓ પૂરી કરશે…? ના, આપણે કૃષ્ણ કૃષ્ણ બોલીશું તો આપણને તેના કર્મો યાદ આવશે અને આપણને એવી ઈચ્છા જાગશે કે થશે કે આપણે પણ એવું કરીએ કે જેથી લોકો આપણામાંથી પ્રેરણા મેળવે અને આપણને યાદ રાખે.
 
TOP 10 ગુજરાતના યાત્રાધામ 2010 – 2011
[1] બાપા સીતારામ- બગદાણા
[2] સતાધાર
[3] વીરપુર- જલારામ
[4] દ્વારિકા- દ્વારિકાધીશ
[5] સોમનાથ
[6] અંબાજી
[7] પાવાગઢ – મહાકાળી માતાજી
[8] જૂનાગઢ – ગીરનાર
[9] ચોટીલા ડુંગર -ચામુંડા માતાજી
[10] અક્ષરધામ મંદિર – ગાંધીનગર
Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s