ભાવનગર તેમજ અમરેલી જિલ્લામાં પૂ. બજરંગદાસબાપાની પૂણ્યતિથીની આસ્થાભેર ઉજવણી

 THE NEXT BAPA SITARAM PUNYATITHI ON 23/01/2011

બાપા સિતારામનો નાદ વિશ્વભરમાં ગુંજતો કરનાર વિશ્વ વંદનીય સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસબાપાની ૩૩મી પુણ્યતિથિની આજે સોમવારે ભાવનગર તેમજ અમરેલી જિલ્લામાં ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચોમેર સત્સંગ, પાદુકા પૂજન, આરતી, પ્રસાદ વિતરણ, બટુક ભોજન તેમજ રાત્રિના સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

સિહોર : સિહોર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પ.પુ. બજરંગદાસબાપાના ભાવિક ભકતજનો દ્વારા પુ. બાપાની ૩૩મી પુણ્યતિથિની ધામધૂમપૂર્વક અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બાપાની દરેક મઢુલીએ આરતી તેમજ પુજાઅર્ચના તેમજ પ્રસાદ વિતરણ અને ધૂન કીર્તન અને બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પાલીતાણા : પાલીતાણામાં સંત બજરંગદાસ બાપાની તિથી નિમિત્તે નવાગઢમાં બાલા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા આજે સવારે બેન્ડ બગી શરણાઇ સાથે શોભાયાત્રા કાઢવામાં આવેલ. જેમાં સત્સંગ મંડળો, ભજન મંડળી જોડાયેલ અને બાપાની મૂર્તિ સાથે રાજમાર્ગોઉપર ફરેલ. જયારે બપોરે પ્રસાદી બાદ સાંજે સત્સંગ ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયેલ. જકાતનાકા પાસે હવામહેલ રોડ તેમજ વડિયા, પીથલપુર, માલપરા, જમણવાવ વિગેરે ગામોમાં બાપાની મૂર્તિને ફુલહાર, આરતી તેમજ દિવસ દરમિયાન પ્રસાદી વિતરણ રાત્રિના સંતવાણી યોજાયેલ અને પંથકમાં આયોજિત ઉજવણીમાં નગરજનો વેપારીઓ તથા બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.

તળાજા : તળાજા શહેરમાં બસ સ્ટેન્ડ રોડ પર આવેલ બાપા બજરંગદાસ ચોક મંડળ દ્વારા તિથી નિમિત્તે પૂ.બાપાની પ્રતિમાનું પુજન અને હારતોરા કરાયા હતાં. તેમજ બાપાનો જય જય કાર બોલાવ્યો હતો. તળાજા ગોરખી રોડ પર તેમજ ગોપનાથ રોડ પર આવેલ બાપાની મઢુલી પર સ્થાનિક યુવક મંડળોએ પુજન-અર્ચન-બટુકભોજન યોજયા હતાં. તેમજ ગામે ગામ બાપાનાં ભકતોએ સ્થાનિક કક્ષાએ પુજન-દર્શન-સત્સંગ તથા રાત્રીનાં ભજન-કિર્તન યોજયા હતાં.

મહુવા : પૂ.બજરંગદાસ બાપાની ૩૩મી પૂણ્યતિથિનો ધર્મોત્સવ માત્ર બગદાણા મુકામે નહી મહુવા સહિત ભાવનગર જીલ્લાના ગામે-ગામ બાપાની બનાવાયેલ મઢુલીઓમાં આ ધર્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગામે-ગામ બાપાની મઢુલી સુશોભીત કરવામાં આવેલ અને સીરીઝ લગાવી પ્રજવલીત કરવામાં આવેલ તેમજ બટુક ભોજન, પ્રસાદી વિતરણ સહીતના કાર્યક્રમો ગામે-ગામ યોજાયા હતા.

સાવરકુંડલા : સાવરકુંડલા ખાતે આવેલ ઉતાવળાં હનુમાન આશ્રમમાં મહંત ભકિતરામબાપુના માર્ગદર્શન હેઠળ બાપા સીતારામ સેવા મંડળ તથા ઉતાવળાં હનુમાન સેવાના સંયુકત ઉપક્રમે બજરંગદાસ બાપાની ૩૩મી પૂણ્યતિથી ઉજવાઇ હતી. બાબા રામદેવપીરની મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ હોય બન્ને પર્વોઉમંગભેર ઉજવાયા હતા. બપોરે બાબા રામદેવને દેગ (ખીર) ચડાવવામાં આવી હતી જયારે દિન-દુખીયાના બેલી બાપા બજરંગદાસબાપાની પ્રતિમાને ભોજનનો થાળ ધર્યા બાદ હરીહર શરૂ થયેલ જેમાં ૭થી ૮ હજાર વ્યકિતઓએ પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. બપોર પછી કથા-કિર્તન અને રાત્રે સંતવાણી પીરસવામાં આવી હતી.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s