સંત-પરંપરાએ ગુજરાતને ભવ્ય વારસો આપ્યો છે

ગુજરાતની અસ્મિતા અને ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને ધબકતી રાખીને સંતોએ ગુર્જરવાસીઓને ભિકતરસમાં તરબોળ કર્યા

માત્ર ભૌતિક પ્રગતિથી સમૃદ્ધિ ટકતી નથી, પરંતુ આધ્યાત્મિકતાના સિંચનથી પુષ્ટ બનેલો સમાજ જ પ્રગતિ કરી શકે છે. તેનું ભવ્ય ઉદાહરણ ગુજરાતની સંત પરંપરાએ આપણને આપ્યું છે. ગુજરાતની અસ્મિતા અને ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને સતત ધબકતી રાખીને ગુર્જરવાસીઓને ભિકતરસમાં તરબોળ રાખી ‘માનવતાથી મોટો કોઈ ધર્મ નથી’ એવા સંસ્કારોનું સિંચન કરનાર અનેક સંતો-ભકતોએ આજીવન પ્રયાસો કર્યા છે.

કચ્છની મરુભૂમિમાં વટેમાર્ગુઓને સહાય પહોંચાડવા કર્તવ્યનિષ્ઠ સંત દાદા મેકરણ હોય કે ડાંગનાં જંગલોમાં તપશ્વયૉ કરીને નિષ્ઠાપૂર્વક ગુરુ વચનના આધારે પ્રભુ શ્રીરામચંદ્રજીની રાહમાં જીવન ગુજારનાર શબરીબાઈ હોય કે જુનાગઢમાં ભિકતનો પરચમ લહેરાવનાર નરસિંહમહેતા હોય કે વીરપુરમાં થઈ ગયેલા જલારામ બાપા હોય કે નર્મદા તટે સાધનામાં મસ્ત રહેનાર રંગઅવધૂત મહારાજ હોય કે સમાજને અંધશ્રદ્ધામાંથી બચાવનાર ભગવાન સ્વામીનારાયણ હોય કે મૌનનો મહિમા સમજાવનાર પૂજય મોટા, અખાના છપ્પા, વીર નર્મદની હાકલ હોય, સંત પુનિત મહારાજ, ડોંગરેજી મહારાજ, શંભુ મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી જેવા અનેક સંતોએ ગુજરાતના સમૃદ્ધ વારસાને જાળવવા જે સેવાઓ આપી છે તેના કારણે જ આજે ગુજરાત દુનિયામાં આગવા ખમીર અને સાહસ સાથે નામના ધરાવે છે.

અક્રમ વિજ્ઞાનના પ્રણેતા દાદા ભગવાનના શિષ્ય-સમુદાય આજે પણ લોકોને આત્મ સાક્ષાત્કારનો સરળ માર્ગ બતાવી રહ્યો છેે. તો સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ આઠવલેજીએ ભારતીય સંસ્કૃતિનો પ્રસાર-પ્રચાર કર્યો હતો. ગુજરાતના સંતો માત્ર શાસ્ત્ર જ નહીં સાહિત્ય અને કળાના ક્ષેત્રે પણ એટલા જ નપિુણ હોવાથી તેમના શિષ્ય-સમુદાયને પણ સાહિત્ય-સંગીત-કળા ક્ષેત્રે અભિરુચિ ઉત્પન્ન કરી છે. સંતોના પ્રભાવને કારણે જ ગુજરાતી પ્રજા માત્ર વેપાર-શિક્ષણ ક્ષેત્રે જ નહીં પણ શાસ્ત્ર-સાહિત્ય-સંગીત-કળા ક્ષેત્રે પણ ઉત્તમોત્તમ યોગદાન આજે પણ આપી રહી છે.

ભગવાન સ્વામીનારાયણે ભિકત-સત્સંગનો અલખ જગાવ્યો

ભગવાન સ્વામિનારાયણે સતત ૩૦ વર્ષ સુધી ગુજરાતના ગામડે-ગામડે ઘૂમીને ગુજરાતમાં સંસ્કાર-વારસાને ઉજજવળ કર્યો. વ્યસનો-કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા વગેરેમાંથી લોકોને મુકત કરીને તેમણે સામાન્ય માનવીના ખભે ચઢાવ્યો અને આધ્યાિત્મક સંસ્કારથી મહાન બનાવ્યો. તેમણે ૩૦૦૦ સાધુઓને દીક્ષા આપી તેમના દ્વારા પણ ગામડે-ગામડે ભિકત અને સત્સંગનું આંદોલન જગાવ્યું હતું. આ સંતો પૈકી અનેક સંતોએ સાહિત્ય-સંગીત અને કળાના ક્ષેત્રે ગુજરાત અને ભારતને મહાન પ્રદાન આપ્યું છે.

સાહિત્ય-સંગીત અને કળાને પોષીને ભગવાન સ્વામીનારાયણે આપણી મહાન પરંપરાનું માર્જન અને સંવર્ધન કર્યું છે. ભગવાન સ્વામીનારાયણના શિષ્યો એવા સંત કવિઓનો પ્રભાવ ગાંધીજી પર પણ ખૂબ જ હતો. તેઓ પોતાની નિત્ય પ્રાર્થનામાં આશ્રમ ભજનાવલીમાં આ સંતોનાં પદો ગાતા હતા એમ બી.એ.પી.એસ.ના સાધુ અક્ષરવત્સલદાસજીએ જણાવ્યું હતું.

અખંડાનંદજીએ જનસામાન્યને ધાર્મિક-આધ્યાત્મિક ગ્રંથો ઉપલબ્ધ કરાવ્યા

સાધુ-સંતોના સંકલ્પ કયારેય અપૂર્ણ નથી રહેતા તેનું જીવંત ઉદાહરણ ભિક્ષુ અખંડાનંદજીનું છે. તેમણે સંકલ્પ કર્યો કે અન્ય ધર્મોનાં સાહિત્ય જનસામાન્યને પોસાય તેવી કિંમત મળે છે તો આપણા શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ગ્રંથો કેમ સામાન્ય કિંમત ન મળે? તે માટે અથાક પ્રયત્નો કરીને તેણે ગીતાજી સહિત અનેક આધ્યાત્મિક ધાર્મિક ગ્રંથો સામાન્ય લોકોને પોસાય તેવી કિંમત ઉપલબ્ધ કરાવી આપ્યાં. એટલું જ નહીં અનેક કષ્ટો સહન કરીને તેમણે વેદપુરાણ-આયુર્વેદના દુર્લભ ગ્રંથો લોકોને સુલભ કરી, સદ્વાચન તરફ પ્રેરિત કરનાર આ વિભૂતિ છે.

સીતારામનો નાદ ગૂંજતો કરનારા બજરંગદાસ બાપા

સૌરાષ્ટ્રમાં હનુમાનજી અને સીતારામનો નાદ ગૂંજતો કરનાર બગદાણાવાળા પૂજય બજરંગદાસ બાપુનું નામ આજે પણ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે રાષ્ટ્રીયતાની ભાવના ઉજાગર કરી હતી અને સમાજસેવાનાં કાર્યો કર્યા હતાં. તેમના પર લોકોની અપાર શ્રદ્ધાને કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં ‘બાપા સીતારામની મઢુલી’ ઠેર-ઠેર જોવા મળે છે.

તપશ્વયૉથી કડવા લીમડાને મીઠો બનાવ્યો

ભગવાન દત્તાત્રેયની ભિકતની આસ્થા જગાડનાર પરમ વિભૂતિ એવા રંગઅવધૂત મહારાજને આજે પણ લોકો દરરોજ યાદ કરે છે. નર્મદા તટ-નારેશ્વર ખાતે તેમણે કઠોર તપશ્વયૉ કરી હતી અને તેને કારણે કડવો લીમડો મીઠો બની ગયો હતો અને કલોલ પાસેના સઇજ ગામ ખાતે ‘દત્તબાવની’ની રચના કરીને અનેક લોકોને ભગવાન દત્તમય બનાવી દીધા છે. રંગઅવધૂત મહારાજે નિ:સ્પ્úહી જીવન જીવીને અનેક લોકોને સન્માર્ગે પહોંચાડ્યા છે.

ગુજરાતમાં સંતો-મહંતોનાં અનેક મુખ્ય કેન્દ્રો

ગુજરાતની સંતપરંપરા એટલી ઉજજવળ અને અખંડિત છે કે આજે પણ દેશભરના સંતો-મહંતોનાં મુખ્ય કેન્દ્રો ગુજરાતમાં આવેલાં છે. પછી તે શૈવ, વૈષ્ણવ, શાકત, સૌર સંપ્રદાય હોય કે અન્ય ભિકત પરંપરાના સંતો. ગુજરાતમાં વર્તમાન સમયમાં પણ આ સંપ્રદાયોને અનુસરનારા ભકતો જોવા મળે છે.

ફેકટ ફાઇલ

૧-‘જયાં મળે ટુકડો ત્યાં હરિ ઢુકડો’નું સૂત્ર આજે પણ વીરપુરમાં ચરિતાર્થ થાય છે. જયાં રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો હરહિર કરાવવામાં આવે છે.

૨-ભગવાન સ્વામીનારાયણના પ્રયાસોથી સમાજમાં ફેલાયેલા દૂષણો દૂર થયા અને ભિકતની અનોખી પરંપરા ઊભી કરી. આજે રાજ્યમાં જ નહીં દેશ-વિદેશમાં ચાર હજારથી વધુ સ્વામીનારાયણ મંદિરો સામાજિક અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાવી રહ્યાં છે.

૩-‘પૂજય મોટા’ તરીકે ઓળખાતા ચુનીલાલ આશારામ ભગતે ઉચ્ચ આધ્યાત્મિક વિકાસની સાથોસાથ સમાજલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું. મૌનનો મહિમા સમાજમાં પ્રસ્થાપિત કર્યો છે. તેમણે રમત-ગમત, સાહસિક કાર્યો અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને દર વર્ષે એવોર્ડ અપાય છે.

૪-કથાને એક ઓરડામાંથી જનમાનસ સુધી લઈ જનાર વભિૂતિ ડોંગરેજી મહારાજ છે. તેઓ સાદગીપૂર્ણ તપસ્વી જીવન જીવી અનેક લોકો માટે ઉદાહરણરૂપ બન્યા હતા.

૫-વૈદિક કર્મકાંડની વિધિઓને સરળતાથી ગ્રંથસ્થ કરનાર વભિૂતિ એવા સંસ્કૃતના મહાન પંડિત નથ્થુરામ શમૉએ અસંખ્ય લોકોને સંસ્કૃત ભાષા શીખવી હતી અને કર્મકાંડનો મહિમા વધારી અનેક ભૂદેવોને આ ક્ષેત્રે પ્રવીણ બનાવ્યા.

૬-સંત પુનિત મહારાજે રચેલાં ભજનો આજે પણ ગુજરાતમાં ઠેર-ઠેર ગાવામાં આવે છે. એટલું જ નહીં સંસ્કારી વાચન માટે ‘જનકલ્યાણ’ની સ્થાપના કરી હતી.

૭-ગૌહત્યા પ્રતબિંધ માટે લોકસમર્થન ઊભું કરનાર અને સત્યાગ્રહ તેમજ જેલભરો આંદોલન દ્વારા રાષ્ટ્રહિત માટે પ્રયત્નશીલ રહેનાર પરમ ગૌભકત શંભુ મહારાજને આજે પણ લોકો પ્રેમાદરથી યાદ કરે છે.

કથાકારોના શિરોમણિ

સામાન્ય રીતે રામાયણના પાઠ સાંભળવા ખાસ કરીને યુવાનો કથામંડપમાં જતા નથી, પરંતુ યુવાપેઢીને કથામંડપ સુધી ખેંચી લાવવામાં ૨૧મી સદીમાં જેમનો અનન્ય ફાળો છે તેવા મોરારિબાપુ આજના સંતોની હરોળમાં શિરોમણિ ગણાય છે. મોરારિબાપુને વર્ષભર કથા કરવા માટે એટલાં આમંત્રણો મળતાં હોય છે કે તેઓ દરેક જગ્યાએ પહોંચી વળતા નથી. વિમાનમાં, કૈલાસ માનસરોવરમાં કે સ્ટિમરમાં કથા કરે તો પણ મોરારબિાપુને શ્રોતાઓની કમી નડતી નથી.

રસાળ શૈલી દ્વારા અને રસપ્રદ ઉદાહરણો ટાંકી રામકથાથી ઘેલું કેવી રીતે લગાડી શકાય તે જોવા તેમના કથામંડપનું એક ર્દશ્ય પૂરતું છે. તે સાથે તેમણે સાહિત્યને પણ ઉત્તેજન આપવા અનેક કાર્યક્રમો કર્યા છે. રામકથાને માત્ર ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ પહોંચાડનારા મોરારબિાપુએ અત્યાર સુધી ૬૦૦થી વધુ કથા કરી છે. તેમણે ૧૪ વર્ષની વયે રામકથાનો પ્રારંભ કર્યો હતો. તેઓ કહે છે કે ધર્મ એ કોલાહલનો વિષય નથી પણ એકાંત અને કુતૂહલનો વિષય છે. તેઓ રામકથા દ્વારા બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોને સંદેશો આપે છે કે દુરાચાર અને ભ્રષ્ટાચારથી મુકત રહો.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s