સીતારામ મંદિર સહિત પાંચ મંદિરો તોડી પાડતી મનપા

૧૦ કિલોમીટર લાંબા બીઆરટીએસ પ્રોજેકટમાં વચ્ચે આવતી કુલ ૨૦ જેટલા દબાણો આજે મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન કશ્યપ શુકલના ભાઇ નેહલ શુકલની જમીનમાં આવતા સિતારામ મંદિર ઉપરાંત બીજા ચાર નાનામોટા મંદિરો પણ મનપાએ તોડી પાડ્યા હતા.

આ ડિમોલિશન જોવા માટે ભારતીનગર અને લાભદીપ સોસાયટીમાં લોકોના ટોળા એકઠા થયા હતા. મંદિર તોડવાનો વિરોધ કરી રહેલાં મજપાના પાંચ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલાં નેહલ શુકલની જમીનમાં આવેલાં સિતારામ મંદિરની દીવાલનું ૧૦ બાય ૧૦ની જગ્યાનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.

મંદિરમાં રહેલી નાની મૂર્તિ તથા તસ્વીરો બાજુમાં મુકી દેવામાં આવી હતી. ધુમ્મટ સહિતનું બાંધકામ તોડી જમીનદોસ્ત કરી નાંખવામાં આવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ ચોકી પાસે જ બનેલા આ મંદિર સાથે શિવ મંદિર પણ તોડી નાંખવામાં આવ્યું હતું.

અંદર રહેલું થાળુ અને શિવલિંગ પહેલેથી કાઢી લેવામાં આવી હતી. હસમુખા હનુમાનજી, ઉપરાંત રાધિકા રેસ્ટોરન્ટ પાસે આવેલાં લાલેશ્વર હનુમાનજી મંદિર, પાવન ટ્રાવેલ્સ સામે આવેલી હનુમાનજીની ડેરી પણ તોડી નાંખવામાં આવી હતી. એની પ્રતિમાઓ પૂજારીઓએ ખસેડી લીધી હતી.

મનપાએ લોકોની આસ્થા અને શ્રઘ્ધા પર બૂલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવી હતી. નાણાંવટી ચોકમાં બાપા સિતારામનો ઓટલો તોડી નાંખવામાં આવ્યો હતો. બજરંગદાસબાપાની તસ્વીર બાજુમાં પાનના ગલ્લાવાળાએ કાઢી લઇ પોતાની પાસે રાખી લીધી હતી.

આ ઉપરાંત દેવવંદના કોમ્પ્લેકસ પાસે બે ઝૂંપડી તથા કમ્પાઉન્ડવોલ તોડી નાંખવામાં આવી હતી. સંજીવની હોસ્પિટલ પાસે હરેશ પટેલની ઓરડી જમીનદોસ્ત કરી નાંખવામાં આવી હતી. ખાસ કરીને રૈયા ચોકડીની રૈયા ગામ તરફ જતા રસ્તામાં બન્ને બાજુ આવતા ૫૦ ઝૂંપડાનો સફાયો કરી નાંખવામાં આવ્યો હતો.

હિન્દુ નેતાઓ કયાં છે ?

મંદિર તોડવા સામે એક સમયે સરકાર સામે રણટંકાર કરનારા હિન્દુ નેતાઓ છૂપાઇ ગયા હોય એવું લાગે છે. હિન્દુ મતોથી ચૂંટાઇ આવેલાં નેતાઓ સમતોલ ડિમોલિશનને બદલે માત્ર હિન્દુઓના ધર્મ સ્થાનોને ટારગેટ બનાવતા હોવાનું કહેનાર વિહિપના નેતાઓ આજે પાંચ મંદિર તોડાયા ત્યારે જોવા મળતા નહોતા.

છોટુનગરમાં ડિમોલિશન મોકૂફ

એરપોર્ટ હનુમાનમઢી ચોક સુધીના રસ્તામાં આવતા છોટુનગરના ૩૫ જેટલા મકાનો તોડીવા માટે આજે થનારૂ ડિમોલિશન મોકુફ રહ્યું હતું. એ માટે સુરક્ષાને લગતા કારણો આપવામાં આવે છે.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s