ખુલ્લી બાજીના ખેલનારા સંત

ઓહો… આવો આવો પંડયાસાહેબ!’ અર્ધ પ¥ાસન ઉપર બેઠેલી અર્ધ ઉઘાડી ગોળા જેવી ફાંદ્યને હાસ્યના ઠહાકાથી ખળભળાવીને બગદાણા આlમના સંત બજરંગદાસજી મોકળું હસ્યા. પછી બાકસ હાથમાં લઇને બીડી સળગાવી. લાંબો દમ માર્યોઅને વળી હસ્યા, ‘તમે આવ્યા તે ભારે કામ થયું, પંડયાસાહેબ.’‘બાપા…!’ ભાવનગરના કલેકટર ઍન.જી. પંડયા ભોંઠા પડીને બોલ્યા, ‘બાપા! તમે પણ મને સાહેબ કહેશો? તમારી આગળ હું પંડયાસાહેબ નહીં, માત્ર પંડયા… મને પંડયો કહો તોય ચાલે બાપા! તમે તો સંત શિરોમણી.’‘જુઓ વા’લા! ડાહ્યા માણસો ઍને કહેવાય જે સમાજના રિવાજૉ પાળે અને સમાજના ચીલે ચાલે.’ બજરંગદાસ બાપાઍ સમજણનો પટારો ખોલ્યો, ‘આખો સમાજ તમને સાહેબ કહે… કહે જ ને? ભાવનગર જિલ્લાની મોટામાં મોટી ખુરશી ઍટલે કલેકટરની ખુરશી. ઍવી મોટી ખુરશીનો બેસનારો માણસ સાધારણ તો થોડો હોય? ઍવડો મોટો અસાધારણ માણસ અમારા ધૂળિયા આlમે આવે ત્યારે અમારા ધૂળિયા, ગરીબડા, આlમની સેવા કરનારા બૌ રાજી થાય અને અમેય રાજીના રેડ થાઈ, વા’લા!’‘હશે બાપા! પણ હવે સાહેબપણાને બાજુમાં મૂકો. હું તો આપનો સેવક-ચાહક છું. આપ સંત હોવા સાથે રાષ્ટ્રપ્રેમી સંત છો બાપા! આપની, આlમની સેવા કરવી ઍટલે રાષ્ટ્રની સેવા, ગરીબોની, દુખિયાની સેવા.’‘ગરીબો જેવી સેવા તો કોઇથી ન થાય હોં વા’લા! ગરીબ બરચારા ભૂખ્યા ભૂખ્યા પણ સેવા કરે.’ બાપા વાસ્તવના ધરાતળેથી બોલ્યા.‘મારાથી થાય ઍવી હુંય સેવા કરંુ બાપા.’‘તમારી પંડય સેવાની વાત ગળે ન ઊતરે મને.’ બાપાઍ વળી પાછી ફાંદને ખળભળાવી. ‘ગરીબ તો ઉઘાડા પગે, ઉઘાડા ડીલે, ઉઘાડા માથે સેવા કરે વા’લા! તમારે તો કોટ, ટાઇ, પેન્ટ, મોજાં-બૂટ અને હેટ. પણ વા’લા! કલમ હાંકો તો ભયો ભયો થઈ જાય. લ્યો ને, પેટછૂટી વાત કરંુ. બગદાણાની જગ્યાને જૉ આઠ-દસ વીઘા જમીન મળે તો ઞાડવાં વવાય, પંખીઓ લવાય, પાણી પાવા માટે ગરીબ મજૂરને કાંક અપાય તો ઍના ચૂલા સળગે… બાકી મફતનું ખાય નહીં હોં.’‘ઍવી જમીન તો સરકારી પડતરમાંથી તરત મળી જાય બાપા!’ કલેકટરસાહેબે ઉત્સાહ દેખાડયો, ‘તમે હા પાડો ઍટલી જ વાર.’‘મારી હા છે પણ પંડયાસાહેબ, જમીન મારે મફતમાં ન જૉઇઍ.’‘તે મફતમાં નહીં બાપા! સામાન્ય રકમ લઇને આપીઍ. સરકાર પાસે ઘણી છે.’‘વા’લા! ઇ તો લાગવગની વાત થઈ અને જુઓ, સરકાર ઍટલે કોણ? સરકાર ઍટલે લોકો, હું અને તમે – બધા. માટે સાહેબ! નિયમ મુજબ કિંમત કરવાની અને ઍક રૂપિયો વધારે લેવાનો…’‘વધારે શું કામ બાપા?’‘હું સીતારામનો આlિત છું. રામ મારો રાજા છે. હું કંઈ ગરીબ થોડો છું વા’લા? અને સાંભળો ધરતી તો મા જાનકીની માતા છે. માટે ધરતી ઉપર ખોટું પગલું ભરાય નહીં સાહેબ! બાવાથી તો ન જ ભરાય… બાવાપણું લાજે વા’લા! મલક વાતું કરે કે બજરંગદાસે વગ લગાડી અને જમીન હડપી લીધી.’ અને વળી હસી પડયા, ‘વાત ખોટી હોય તો લાવો પાછી… અને પંડયાસાહેબ! અહીં તો દેવાવાળો ધણી છે, વાપરો તો આપે. ‘વાહ બાપા!’ કલેકટર ખુશ થયા. ‘જમીન તમને બજારભાવે જ મળશે બસ.’‘હું મારો બાટયો!’ બાપાઍ તાળી પાડી : ‘હવે ખુશાલીમાં ચા પાઈ દઉં.’ ‘બાપા! ચા તો અફલાતૂન બની.’ પંડયાસાહેબ ચા પીને ખુશ થઈ ગયા. ‘આવી ચા ભાવનગરમાં નથી બનતી. કોણે બનાવી હેં બાપા?’‘બજરંગદાસે પોતે.’ બાપાઍ ગમ્મતમાં છાતી ઠપકારી, ‘અને બજરંગદાસને આજ લાઇસન્સ પણ મળી ગયું છે. હવે ભાવનગરમાં હું ચાની લારી કાઢું તો પૈસાના ઢગલા થાય!’ બજરંગદાસ ખડખડાટ હસ્યા. બગદાણાના આ સંત બજરંગદાસજી ઍટલે સદાય નિખાલસ બાળસહજ નિર્દોષતા, નિદ*ભ અને સાફદિલ સાધુ. મનમાં ઍ મોઢે… કશું ખાનગી નહીં. કશી રમત નહીં. પેટમાં પાપ નહીં અને ધર્મનો કોઈ દેખાડો નહીં. સ્નાન નહીં, તિલક નહીં, માળા નહીં, પૂજાપાઠ નહીં, મંદિર નહીં, પંથ નહીં. ચેલાચેલી કંઈ નહીં. ભãકતપંથમાં જે ચીલો પાડયો છે ઍની નીતિરીતિ આસપાસનાં સેંકડો ગામડાં અનુસરે. ઍમના સેવકો ‘પારાદોડ’ કરતા નથી, ફાળો કરતા નથી. ખોટા ચમત્કારની વાતો ફેલાવતા નથી. બજરંગદાસ બાપા ઍટલે ઉંમરવાન બાળક! છોકરાઓ ઍકઠા કરીને ગિલ્લીદંડા રમે. હુતુતુતુ રમે અને ગંજીપો પણ ખેલે. જાણીતો કોઈ ચાહક આlમે જાય ત્યારે બાપા સંભારી આપે, ‘વા’લા! આજ તો ગંજીપે રમીઍ.’ અને રમત શરૂ થાય. ચારે ચાર ભેરુઍ પોતાની બાજી જમીન ઉપર ખુલ્લી મૂકીને, સૌ ભાળે ઍમ રમવાનું.‘બાપા! ખુલ્લી બાજીમાં રમત જામે નહીં.’ કોઈ ટકોર કરે.‘જામે ભલે નહીં પણ રામજીને બૌ ગમે. અને ખુલ્લી બાજીવાળા જ દુનિયામાં જીતે છે હોં વા’લા. બાકી ગુપ્ત બાજી પણ છેવટે ખુલ્લી થઈ જાય બાપ! પછી જગ નિંદા કરે.’ ફાંદને ફરીવાર ઠહાકો આપીને પૂછે, ‘તમે શું કહો છો વા’લા? મારી વાત ખોટી છે?’

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s