બગદાણાના બજરંગદાસ બાપાની અદલ પ્રતિકૃતિ

//

આ દુનિયામાં કોઈને કોઈ કોઈની હમશકલ હોય જ છે.કેટલાક નાના પાટેકરની હમશકલ ધરાવે છે કોઈ અમિતાભ બચ્ચનની તો કોઈ નરેન્દ્ર મોદીની હમશકલ હોય છે.આ સિવાય કેટલાય લોકો સેલીબ્રિટીની હમશકલ હોય જ છે.પરંતુ રાજકોટ સહિત અનેક શહેરના લોકો એક મહાઆશ્ચર્ય અનુભવે છે કારણ કે હરિયાણાના મુળ નિવાસી અને પંજાબની પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષક હરસ્વરૃપદાસ ધનપતરામજી બગદાણાના સંત બાપા બજરંગદાસજી અલબત બાપા સિતારામની અદલ દેહાકૃતિ અને મુખાકૃતિ ધરાવે છે.એને જોવા માટે અનેક ભાવિકો આવી પહોંચે છે.
એ બાપા સિતારામની કોઈ મઢુલીએ મુકેલી બજરંગદાસ બાપાની ર્મૂિતની નજીક બેસી જાય તો બધા એમજ બોલી ઉઠે છે કે જાણે કે સાક્ષાત બજરંગદાસજી બાપા અહીં હાજર થયા છે.!હાલ એ રાજકોટ આવ્યા છે.એને જોવા અલબત કાઠિયાવાડની પરંપરા મુજબ એના દર્શન કરવા અનેક લોકો એકત્ર થાય છે.
રાજકોટના હાથીખાના વિસ્તારમાં શેરી નંબર પાંચના કોર્નર પર બાપા સિતારામની મઢુલીએ હરસ્વરૃપદાસ આવ્યા છે.
એ હવે સાધુ બની ગયા છે.એમના પૂર્વાશ્રમ વિશે વાત કહેતા કહે છે કે તેઓએ ગવર્નમેન્ટની બેઝિક ટ્રેનિંગ ર્સિટફિકેટ પરીક્ષા પાસ કરીને પંજાબની નાપા ગામની પ્રાથમિક શાળામાં ચોૈદ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવીને બાદમાં રાજીનામુ ધરી દીધું છે.એનું મૂળ વતન હરિયાણાના હિસ્સાર જિલ્લાના ઉકલાણા મંડી તાલુકાના બુદાખેડા ગામ છે.
તેઓએ છેલ્લા ચાર વર્ષથી ગૃહસ્થાશ્રમ છોડીને સાધુ બન્યા છે.તેઓ બજરંગદાસ મહારાજ જેવી જ બંડી પહેરે છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી આવ્યા છે.વિવિધ શહેરોના આશ્રમમાં જાય છે.એ કહે છે કે જયારે હું બાપા સિતારામ બજરંગદાસજી મહારાજના આશ્રમ બગદાણા ગયો હતો.ત્યારે મને બધાએ બાપા સિતારામ બગરંગદાસ માનીને નમન કરવા લાગ્યા હતા.
આવી રીતે ચારથી પાંચ વાર હું બગદાણા ગયો છુ.દરેક વાર મને લોકો વિંટળાઈ જતા હતા.અને મારી સામે બધા અહોભાવથી જુએ છે.
આવી અનુભૂતિ બધા સ્થળે થાય છે.મેં જુનાગઢ ગોંડલ ભાવનગર અને સોૈરાષ્ટ્રના શહેરોમાં મુકામ રાખ્યો હતો.મારો હેતુ બજરંગદાસજી મહારાજના હમશકલ તરીકે લોકોમાં રહી પૈસા પેદા કરવાનો જરા પણ નથી.બસ બધા મને માન અને અહોભાવની નજરે નિહાળે છે.એ ય મારા માટે મોટી મુડી છે.
if u are seeing this article then plz contact me i want see u dear
BAPA JAI JAI SITARAM SIIIIIIIIIIIIITARAM
RJ
Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s